Abtak Media Google News

શહેરી વિસ્તારનાં ૧ થી ૧૧ વોર્ડંમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની આગેવાની નીચે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અરજી સ્વીકારાઈ

૯૦-સોમનાથ ના યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને શર્કિટ હાઉસ વેરાવળ ખાતે તારીખ ૦૩-૦૧-૧૯ ના રોજ સાંજ ના ૫:૦૦ કલાકે કોંગ્રેસ પરિવાર નું એક મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી તથા વેરાવળ પાટણ સયુંક્ત નગરપાલિકા કોંગ્રેસ ના સદસ્યશ્રીઓ તથા દરેક સમાજના પટેલો તથા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ તથા મહિલા કોંગ્રેસ આગેવાન શ્રી તેઓની ટીમ સાથે હાજર રહેલ તેમજ પાયાના કોંગ્રેસ ના કાર્યકરો પણ હાજર રહેલ છે. જેમાં વેરાવળ પાટણ શહેરી વિસ્તારમાં ૦૧ થી ૧૧ વોર્ડમાં ધારાસભ્યશ્રી ની આગેવાની નીચે લોકોના પ્રશ્નો જેવાકે ૧) લાઇટ સમસ્યા ૨) પાણી ની સમસ્યા ૩). ગટર સફાઈ ની સમસ્યા ૪). રોડ બ્લોક રસ્તાની સમસ્યા ૫.) તથા અન્ય સમસ્યા બાબતે દરેક વોર્ડમાં બેસી ને લોકો ની સમસ્યા અને વિગતો લઈ નિરાકરણ લાવવા માટે અરજીઓ સ્વીકારવી અને તે સમસ્યા નું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે અને દરેક વોર્ડમાં સમસ્યા સાંભળવા માટે ની જાહેરાત રિક્ષા માં માઇક દ્રારા જાહેરાત કરવામાં આવશે અને આ દરેક સમસ્યાની અરજી ફ્રોમ ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા તરફ થી વિના મૂલ્યે આપવામાં આવશે. અને સ્થળ ઉપર જ તેઓ તરફ થી મુકેલ સ્ટાફ દ્રારા ફ્રોમ આપવામાં આવશે જેતે વિસ્તારના સમસ્યાને લગતા ફ્રોમ લેવા આવે ત્યારે ચુટણી કાર્ડ ની ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે. અને ખાસ તમામ કોંગ્રેસ પરિવારના તમામ આગેવાનો કાર્યકરો ની જોરદાર રજૂઆત હતી કે આ કોંગ્રેસ પરિવાર ને મજબૂત બનાવવા તમામ કાર્યકરો ખન્ભે ખંભા મિલાવીને કામ કરીશું .તેવું શ્રી વિમલભાઈ ચુડાસમા ને જણાવેલ અને આ મિટિંગ નું સફળ આયોજન માટે કોંગ્રેસ પરિવાર નો આભાર વ્યક્ત કરે છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.