કોંગ્રેસને હજી ઇવીએમ-વીવીપેટ ઉપર ભરોસો નથી: ફરી અરજી કરશે સુપ્રીમમાં

vvpet
vvpet

ગઈકાલે ક્રોસ વેરીફીકેશનની અરજી વડી અદાલતે ફગાવ્યા બાદ ફરીથી પીટીશન દાખલ કરવા કોંગ્રેસની તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા કોંગ્રેસે મત ગણતરી દરમિયા ૨૦ ટકા વીવીપેટ સ્લીપ અને ઈવીએમ વોટનું ક્રોસ વેરીફીકેશન થાય તેવી દાદ માંગતી અરજી વડી અદાલતમાં કરી હતી. જેને તત્કાલ ફગાવી દેવામાં આવી હતી. જો કે, આ મામલે કોંગ્રેસ પાછીપાની કરવા તૈયાર નથી. ફરીથી આ મુદ્દે સુપ્રીમમાં અરજી કરવામાં આવશે તેવું કોંગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીનું કહેવું છે.

કોંગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં વડી અદાલતમાં ફ્રેશ પીટીશન દાખલ કરશું. કોંગ્રેસ લોકોને સંવિધાનનું માળખુ સમજાવવા મામલે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. દેશમાં પારદર્શક ચૂંટણી થવી જ‚રી હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.

ગઈકાલે ચિફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ એ.એમ.ખાલવીલકર તથા ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે ગુજરાત કોંગ્રેસના નેતા મહંમદ આરીફ રાજપૂતને નવી પીટીશન દાખલ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ કોંગ્રેસે નવી પીટીશન દાખલ કરવા માટે કાર્યવાહી કરી છે.

ગઈકાલે વરિષ્ઠ વકીલ સંઘવી દ્વારા રાજપૂત તરફથી ક્રોસ વેરીફીકેશન કરવા માટેની દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ઈવીએમ-વીવીપેટની પારદર્શકતા મુદ્દે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે આ અરજી ફગાવી નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપતા હવે કોંગ્રેસ ફરીથી પીટીશન દાખલ કરશે.

Loading...