Abtak Media Google News

અગાઉ કોંગેસનાં વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું તે મુજબ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના વિરોધમાં સોમવારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે.

પાર્ટીના રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને વાઈસ પ્રેસિડન્ટ વેંકૈયા નાયડૂની પાસે તેને રદ કરવાનો વિકલ્પ નથી. તેઓએ જસ્ટિસ મિશ્રા વિરૂદ્ધ લાગેલા આરોપની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈતી હતી.

Venkaiah-Naidu
Venkaiah-Naidu

23 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષના સાત પક્ષના સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગના વિરુદ્ધમાં પુરતા સાબિત થાય તેવા તથ્ય વિના ની અરજીને આગળ ચલાવીને સંસદમાં રજુ ન કરી શકાય અને 10 પેજના ફેંસલામાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યાં હતા નોટિસ રદ કરવાના આધાર આપ્યા હતા અને નોટીસ રદ કરી હતી.

644455 Sibal970
Kapil sibbal

અગાઉ પણ કોંગેસનાં સિનિયર નેતા અને સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે નોટિસને રદ કરવાની અપીલની અર્જન્ટ સુનાવણી થવી જોઈએ. જો કે આ મામલો ચીફ જસ્ટિસની વિરૂદ્ધમાં છે, માટે સૌથી વરિષ્ઠ જજને લિસ્ટિંગ કરવાના નિર્દેશ આપવા જોઈએ.

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ પોતાના 10 પેજના ફેંસલામાં કહ્યું હતું કે, “નોટિસમાં ચીફ જસ્ટિસ પર લગાવવામાં આવેલા આરોપને મીડિયાની સામે ઉજાગર કરવામાં આવ્યા, જે સંસદીય ગરિમાની વિરૂદ્ધ છે.” સાથે જ કહ્યું કે તેઓએ તમામ કાયદા નિષ્ણાંતો સાથેની ચર્ચા પછી આ પ્રસ્તાવ તર્કસંગત નથી. – “તમામ પાંચ આરોપો પર વિચાર કર્યા પછી જાણ થઈ કે આ સુપ્રીમ કોર્ટની અંદરની બાબત છે. એવામાં મહાભિયોગ માટે આ આરોપ સ્વીકાર ન કરી શકાય.” સભાપતિએ જણાવ્યું કે વિપક્ષી દળોની નોટિસને અસ્વિકાર કરતાં પહેલાં તેઓએ કાયદા નિષ્ણાંતો, બંધારણના વિશેષજ્ઞો, લોકસભા અને રાજ્યસભાના પૂર્વ મહાસચિવ, પૂર્વ વિધિક અધિકારીઓ, વિધિ આયોગના સભ્યો અને ન્યાયવિદ્દો સાથે ચર્ચા તેમજ સલાહ લીધી હતી.

ઉપરાષ્ટ્રપતિના મંતવ્ય મુજબ તેઓએ પૂર્વ એર્ટની જનરલ, બંધારણના વિશેષજ્ઞ અને પ્રમુખ અખબારોના તંત્રીઓના વિચારોના પણ વાંચ્યા હતા. આ ફેસલાની વિરુદ્ધમાં હાલની અરજી કરવા આવી છે હવે આગળ જોવાનું રહ્યું કે સુપ્રિમ કોર્ટમાં આ અરજીને માન્યતા મળે છે કે પછી કોંગ્રેસની અરજીને નકારી કઢાય છે ?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.