Abtak Media Google News

જૂનાગઢ: છ મનપાની ચૂંટણીની સાથે જૂનાગઢ કોર્પોરેશનના બે વોર્ડની પેટા ચૂંટણીની પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર છમાં કોંગ્રેસ અને વોર્ડ નંબર 15માં ભાજપને જીત મળી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર છની વાત કરીએ તો આ સીટ પેહેલા ભાજપની હતી જે હવે તેના પર કોંગ્રેસે કબજો કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર લલિત પણસારાનો વોર્ડ નં ૬ માં વિજય થયો છે હાલ સુધી જૂનાગઢ મનપામાં કોંગ્રેસની એક માત્ર બેઠક હતી, હવે મનપામાં કોંગ્રેસની બે બેઠકો થઈ છે.

ઉમેદવારોને મળેલા મતો
લલિત પણસારા કોંગ્રેસ – ૨૬૮૭
અરવિંદ રામાણી ભાજપ – ૨૬૪૫
પ્રવિણ વાઘેલા – અપક્ષ – ૨૧૫૫
નોટા – ૧૩૦
કુલ મત – ૭૭૪૮

જ્યારે વોર્ડ નંબર ૧૫માં ભાજપ પોતાની બેઠક જાળવી રાખવામાં સફડતા મળી છે, ગત ચૂંટણીમાં ભાજપના ડાયાભાઈ કટારા વિજયી બન્યા હતા. પેટાચૂંટણીમાં આ વખતે ભાજપે ડાયાભાઈ કટારાના પુત્ર નાગજી કટારાને ટિકિટ આપી અને તે પણ વિજેતા થતાં વોર્ડ નં ૧૫માં ભાજપની એક બેઠક અકબંધ રહી છે. તો હારનો સામનો કરતા જ કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ પરમારે હાર સ્વીકારી ભાજપ પર ગુંડાગીરી કરવાના આક્ષેપ કર્યા હતા.

ઉમેદવારોને મળેલા મતો
નાગજી કટારા ભાજપ – ૪૪૪૯
લાખાભાઈ પરમાર કોંગ્રેસ – ૨૮૪૧
રાજુ સોલંકી – એન.સી.પી. – ૧૩૨૦
નોટા – ૬૧૮
કુલ મત – ૯૦૨૫

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.