Abtak Media Google News

પ્રજાસેવા માટે શિક્ષકની નોકરીનો ત્યાગ કર્યો:જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખની દાવેદારીથી રાજકારણમાં ગરમાવો

પ્રવર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે ગુંડા,અશિક્ષિત અને છાપેલા  કાટલા જેવા વ્યક્તિઓના વરચાસવને કારણે દેશ ભ્રષ્ટાચારની ગર્તામાં ધકેલાય રહ્યો છે ત્યારે હવે આ બદીને દૂર કરવા  શિક્ષિત ઉમેદવારો પણ મેદાને આવી રહ્યા છે,મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ કંઈક આવું જ બન્યું છે,કર્મઠ શિક્ષક તરીકે મોભાદાર નોકરી કરતા વિજયભાઈ સરડવાએ સમાજસેવા માટે નોકરી છોડી બેઠક ઉપરથી ચૂંટણી લડવા કોંગ્રેસપક્ષમાંથી દાવેદારી કરી છે. ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષના ભાજપના શાસન બાદ રાજકારણ અને લોકશાહીની પરિભાષા બદલાઈ ગઈ છે અને લોકો દ્વારા લોકો માટે ચાલતી લોકશાહીને બદલ પાંચ પચીસના હિતમાં સમગ્ર સમાજને હોમી દેવા જેવા નિર્ણયો લેવાતા રહ્યા છે જેમાં સરકારી નોકરિયાતોની કનડગતનો મુદ્દો અહમ છે,સરકારની કનડગતને કારણે શિક્ષક તરીકેની નોકરી છોડી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિજયભાઈ સરડવાએ વિશાળ પ્રજાહિતમાં રાજકીયક્ષેત્રે ઝંપલાવી લોકોની ખરા અર્થમાં સેવા કરવા અને લોકશાહીના મૂલ્યોનું જતન કરવા દેશના સૌથી જુના કોંગ્રેસપક્ષ સાથે નાતો જોડી આગામી વિધાનસભા ચૂંટણી માટે માળીયા-મોરબી બેઠક માટે ધારાસભ્ય તરીકે ટીકીટ માંગી છે.

ટંકારા તાલુકાના લજાઈ ગમે જન્મેલા અને માળીયા મિયાણાના મોટાબેલા ગામના વતની વિજયભાઈ સરડવાએ બચપણથી જ ગરીબીમાં ઉછરી ઘરની જવાબદારી ઉપાડી લઈ શિક્ષણ મેળવ્યું છે બચપનથઈ નેતૃત્વના ગુણ ધરાવતા વિજયભાઈએ મોરબી હંટર કોલેજમાં પીટીસીનો અભ્યાસ કર્યો છે અભ્યાસકાળ દરમિયાન એમની નેતૃત્વ શક્તિ અને વકચતુર્યને કારણે તેઓ જીએસ પદે રહી શહપાઠી વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપવાની સાથે સરડવા કુટુંબમાં નાના હોવા છતાં વડીલની ભૂમિકા ભજવતા રહ્યા.

શિક્ષણકાર્ય સંપન્ન થયા બાદ ગુજરાત સરકારની નીતિઓના કારણે ઉચ્ચ ગુણાંક અને આવડત હોવા છતાં નોકરી ન મળતા હતાશ થયા વગર તેમણે મોરબીની ૐશાંતિ ખાનગી શાળામાં શિક્ષક તરીકે સેવા આપવાનું શરૂ કરી બાકીના સમયમાં વિદ્યાર્થીઓને ખાનગી કોચિંગ આપવાનું શરૂ કરી પોતાના ભાઈઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી.

બાદમાં ૧૯૯૮ માં રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી શરૂ કરતાં વિજયભાઈ સરડવાને તેમના સારા ગુણાંકને કારણે શિક્ષકની નોકરી મળી.શિક્ષક તરીકે નિકરી દરમિયાન પણ સમાજસેવા અને શિક્ષક પરિવારના પ્રશ્નો માટે હંમેશા જાગૃત બનીને લડતા રહ્યા,૨૦૧૦માં રાજકોટ જિલ્લા શિક્ષક સંઘમાં ચૂંટણી લડવા ઉભા રહ્યા અને હાર માલી છતાં સેવાનો ધર્મ ન છોડ્યો અને ૨૦૧૫ માં ફરી શિક્ષક સંઘની ચૂંટણીમાં ઝંપલાવતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રથમ પ્રમુખ તરીકેનું બહુમાન મેળવી ૪૦૦૦ શિક્ષકોના પ્રશ્ને સતત જાગતા રહ્યા.

જો કે સૌ કોઈ ને આશ્ચર્ય પમાડે એવો નિર્ણય લઈ વિજયભાઈ સરડવાએ રાજ્ય સરકારની રીતિ નીતિ થી ત્રસ્ત બની અંતે ૨૦૧૭ બની પેન્શનપાત્ર નોકરીને તિલાંજલિ આપી લોકસેવા માટે રાજકારણમાં ઝંપલાવવા નિર્ણય કર્યો અને ૧૮ વર્ષથી વધુની સરકારી નોકરીને એક જ ઝાટકે છોડી દીધી.

સમાજનું ઘડતર કરવામાં અને આવનારી પેઢીઓ માટે સારા સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો સામાન્ય રીતે રાજકારણથી દુર રહેતા હોય છે અને આવજ કારણોસર ગુંડાતત્વો, અશિક્ષિત કે અર્ધ શિક્ષિત લોકો રાજકીય ક્ષેત્રે આસાનીથી પ્રવેશ મેળવી પોતાનો આર્થિક લાભ અને સુખ સુવિધા માટે પ્રજાને ઠેબે ચડાવે છે પરંતુ જો વિજયભાઈની જેમ અન્ય શિક્ષિત લોકો પણ ખરા અર્થમાં લોકસેવા માટે મેદાને આવશે ત્યારે લેભાગુ-ગુંડાઓ રાજકારણમાંથી બહાર ફેંકાશે.

હાલ મોરબી માળીયા બેઠક ઉપરથી વિજયભાઈ સરડવાએ કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી કરતા ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને માળીયાના સ્થાનિક લોકો પણ માળીયાના સ્થાનિક ઉમેદવાર એવા વિજયભાઈની ટીકીટ મળે તેવું ઈચ્છી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે વિજયભાઈએ મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવતા કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બેચરભાઈ હોથી,માળીયા વિસ્તારમાં અપ્રિતમ લોકચાહના ધરાવના પૂર્વ ધારાસભ્ય ગોકળભાઈ ડોસાભાઈ પરમાર,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે અત્રે યાદ અપાવવું જરૂરી છે કે વિજયભાઈના સ્વ.દાદા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.