રાજકોટમાં જનસંપર્ક કાર્યક્રમમાં કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર: કહ્યું, ગેરેન્ટી વાળા રસ્તા છ માસમાં તૂટી જાય છે

ભાજપે લોકોને પ્રાથમિક સુવિધાઓ ન આપી પ્રજા સાથે છેતરપિંડી કરી છે તેમ રાજકોટમાં ચાલી રહેલા જનસંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.

શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તા બને છે અને ભ્રષ્ટાચારના કારણે છ માસમાં તૂટી જાય છે.તેમ અશોકભાઈ ડાંગરે કહ્યું હતું.પ્રજાના પૈસે ભાજપ બેફામ, હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે તેવો આક્ષેપ મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદીપભાઈ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ ચોવટિયા, મિતુલભાઈ દોંગા, દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરાએ લગાવ્યો હતો. માત્ર ૧ ઇંચ વરસાદ આવે છે ત્યારે ૧૫૦ ફૂટનો રીંગ રોડ સ્વીમીંગ પુલ થઇ જાય છે અને વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી તેવું વશરામભાઈ સાગઠીયા અને ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું. મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વોર્ડમાં વોર્ડ કમિટીની રચના થઇ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ  વોર્ડ નં.૮,૯,૧૦,૧૧,૧૬ અને ૧૭ માં જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, સેક્ટર સંયોજકો, બુથ પ્રભારી, જનમીત્રો, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુવ પ્રમુખ અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, પડધરી-ટંકારાના ધારાસભ્ય  લલીતભાઈ કગથરા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય  લલીતભાઈ વસોયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, ગુજરાત કોંગ્રેસના સ્ટેટેજી કમિટી સભ્ય ડો.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, દિનેશભાઈ ચોવટિયા, દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ કિયાડા, પૂર્વ વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, સુરજ ડેર,  મનીષાબા વાળા, રાજુભાઈ આમરણયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Loading...