કોંગ્રેસ અને એન.સી.પી. નેતાઓના ફોનટેપની તપાસ કરાવશે ઉધ્ધવ સરકાર!

તપાસ માટે બે સભ્યોની સમિતિ: છ અઠવાડિયામાં રિપોર્ટ આપવા આદેશ

મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાનસભાની  ચુંટણીબાદ સરકાર રચવાની કવાયતાના પ્રથમ દિવસથી જ શિવસેના,ભાજપ, એન.સી.પી. અને અપક્ષે ધારાસભ્યોના રિસામણા-મનામણા અને અંતે સેનાએ  ભાજપના સહયોગના બદલે  એન.સી.પી કોંગ્રેસ અને અપક્ષના ટેકાથી સરકાર રચવાની  હાથ ધરેલી કવાયતથી મહારાષ્ટ્રનું રાજકારણ સતત ઉકળતુ રહ્યું છે દરમિયાન એન.સી.પી અને કોંગ્રેસના નેતાઓના ફોનટેપ કાંડના આક્ષેપથી રાજ કારણ વધુ ધગધગી ઉઠયું છે.રાજયના ગ્રુહમંત્રી અનિલ દેશમુખે રવિવારે કથિત ફોનટેપકાંડની તપાસ માટે  બેસભ્યોની તપાસસમિતિની  રચના કરી છે.

ગુ્રહમંત્રી અનિલ દેશમુખે ગ્રૃહવિભાગને અધિક મુખ્ય સચિવ સંજયકુમારને તાત્કાલિક શ્રીકાંતે સમિતિ રચવાના આદેશો કરી આ તપાસ છેઅઠવાડિયામાં પુરી કરવા માટે જરૂરી અધિકારી કર્મચારીઓને ટેકનિકલ એક્ષપર્ટના ઉપયોગ તાત્કાલીક આ તપાસ પુર્વક  રિપોર્ટ આપવામા આદેશ કયો  હતો. એન.સી.પી.કોંગ્રેસના નેતાઓને ફોનટેપ થતા હોવાના  આક્ષેપોએ મરારાષ્ટ્ર રાજકારણ મરાખળભળાટ ઉભો કરી દીધો હતાં.

સરકારનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે જયારથી અનિલદેશમુખે ગ્રૃહવિભાગનો હવાલો સંભાવ્યો હતો.ત્યારથી ફોનરેપ અંગે ફરિયાદો મળતી હતી ૨૦૧૯ની લોકસભા અને વિધાન સભાની ચુંટણીમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ અધીકારી આગેવાનોમાં  ખાસ કરીને કોંગ્રેસ અને એન.સી.પીના નેતાઓના ફોનટેપ થતા હોવાની ફરિયાદો ઉઠી હતી આ અંગે ઉઠેલી વ્યાપક ફરિયાદોમાં નેતાઓને ફોનટેપ કરી તેનો રાજધ્વારી- દુરપયોગ થતો હોવાના આક્ષેપો થયાં હતો.

ગ્રૃહ વિભાગ ધ્વારા આ આક્ષેપોની ગંભીર નોંધ લીધી હતી સરકારી તંત્ર દ્વારા નેતાઓના ટેપીંગ ફોનની વાતચીતનો દુરૂપયોગ થતો હોવાની ફરિયાદોને ગંભીર ગણી આ બનાવને તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકરણની તટસ્થ તપાસ થઠા જોઈએ સત્તાનો દુરૂપયોગ કરી બંધારણની મર્યાદાઓના ભંગ અને  સ્વતંત્રતા અને વ્યકિતગત અંતર્ગત બાબતોની પ્રાયવેસીના નિયમોનો ભંગ કરતી ફોનટેપકાંડ જેવી બાબતોને રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા પરિમાણો  મુજબ જરાયણ આપી ન લેવાય ગૃહમંત્રી દેશ મુખને ફોનરેપ થતાં  હોવાની  અને તેનો દુરૂપયોગ થર્તાંં હોવાની વ્યાપક ફરિયાદો મળતાં તેમણે તટસ્થ તપાસ માટે સમિતિની રચના કરી અહેવાન ભંગાવ્યાં છે.

વિવિધ પરિમાણો  સાથે ના સંજોગોને ધ્યાને લઈ આ આક્ષેપો સામે અતિ આવશ્યક બનેલી તપાસમાં તપાસ દરમિયાન માત્ર લિગલ દસ્તાવેજો જ નહિ પરંતુ ટેકનિકલ નિષ્ણાંતોની મદદથી ફોમટ્રેટીંગ ફુટપ્રિન્ટ, અને વિવિધ ટેલિકોમ કંપનીઓના ડેટા મેળવવા માટે આ તપાસ સમિતિ રૂબરૂ જઈને તમામ પ્રકારની તપાસ અને વેરીફિરકેશન કરશે.

લોકસભા અને વિધાન સભાની ૨૦૧૯ની ચુંટણી દરમિયાન એન.સી.પી અને કોંગ્રેસ સહિતના નેતાઓ ના ફોનટેપિંગનો મામલો મહારાષ્ટ્રના રાજકારણમાં સરકાર માટે માથાનો દુ:ખાવો બની ગયો હતો.બે ધરિષ્ઠ અધિકારીઓની રચવામાં આવેલી તપાસ સમિતિ,ટેક નિકલ, નિષ્ણાંતોની મદદથી સમગ્ર ફોનટેપકાંડની તપાસ કરીને ગૃહમંત્રાલયને છ અઠવાડિયા આમાંજ તેનો સંપુર્ણ અહેવાલ સુપર્દ કરે તેવા આદેશના પગલે ફરીથી મહારાષ્ટ્રના ફોનટેપકાંડ અને તેની તપાસના આદેશોએ ગરમાવો ફેલાવ્યો છે.

Loading...