જૂનાગઢ જિલ્લામાં સવિશેષ સેવા આપનાર ૧૦૮ કર્મીઓને બિરદાવાયા

ઇએમઆરઆઈ અને જિલ્લા આરોગ્ય તથા વહીવટી તંત્રના નેજા હેઠળ ૧૦૮ ઈમરજન્સી સેવા ચાલી રહી છે અને કોરોનાના કપરાં સમયમાં પણ જીવના જોખમે ૧૦૮ માં ફરજ બજાવતા પાયલોટ તથા ઇએમતી તબીબો દ્વારા દર્દીઓની સમયસરની અને પૂરી કાળજી સાથે સેવા અપાઈ રહી છે, ત્યારે છેલ્લા ૩ માસ દરમિયાન સવિશેષ સેવા આપનાર ૧૦૮ ના કર્મીઓની સેવા બિરદાવવામાં આવી હતી, અને સન્માનિત કરાયા હતા.  જુનાગઢના ૧૦૮ ના જિલ્લા  અધિકારી વિસ્તૃત જોશીએ કોરોના ના કપરા કાળમાં છેલ્લા ત્રણ મહિનાની કામગીરીમાં સુંદર કામગીરી કરનાર ભેસાણ લોકેશનમાં પાયલોટ ભરતભાઈ નંદાણીયા, ઇએમટી દિવ્યાબેન ગોસાઈ, માણાવદર લોકેશનમાં પાયલોટ જસ્મીનભાઈ  બાલાસર અને ઇએમટી જયદીપ ભાઈ દવેની ફરજ, સેવાને બિરદાવી હતી અને ઈએમ કેર  એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

Loading...