Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિલા સહિત સાતના સ્વાઇનફલુના પોઝીટીવ રિપોર્ટ: જસદણના શિવરાજપુરના પ્રૌઢને કોંગો ફીવર

સૌરાષ્ટ્રમાં સ્વાઇનફલુ બાદ કોંગો ફીવરના પોઝીટીવ કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા દોડધામ મચી ગઇ છે.

ભારે વરસાદના કારણે ઠેર ઠેર ગંદકી ખદબદી રહી હોવાથી રોગચાળો બેકાબુ બન્યો છે. એક તરફ સ્વાઇનફલુના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૫ જેટલા સૌરાષ્ટ્રના દર્દીઓના મોત નીપજ્યા છે. સારવાર માટે દાખલ થયેલા આઠ દર્દીઓમાં પાંચ મહિલા અને બે પુ‚ષના સ્વાઇનફલુના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. અને એકનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.જયારે જસદણ તાલુકાના શિવરાજપુર ગામના નાનજીભાઇ વસ્તાભાઇ ઝાપડીયા નામના ૪૫ વર્ષના કોળી પ્રૌઢને તાવ આવતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને કોંગો ફીવર હોવાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.