હાથરસ સામુહિક દુષ્કર્મ મામલે જૂનાગઢમાં કોંગી કાર્યકરોનાં ધરણા

ધારાસભ્ય જોષી સહિતના કોંગી આગેવાનો કાર્યક્રમમાં જોડાયા

જૂનાગઢ જિલ્લા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે હાથરસ અને જામનગરમાં દીકરીઓ પર બનેલ સામૂહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ગાંધી ચીંધીયા માર્ગે કોંગ્રેસ ભવન ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા યોજાયેલ ધરણાના કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ  પોંકીયા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ સહિતના કોંગ્રેસના હોદેદારો, અગ્રણીઓ જોડાયા હતા.

આ બાબતે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું કે, યુપી અને ગુજરાતમાં દીકરીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ આચારાયા ની જે ઘટના ઘટી છે તે અતિ નિંદનીય છે, અને આ ઘટનાના આરોપીઓને સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઇએ તેમ જણાવી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

જ્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ યુપીમાં બનેલી ઘટના બાદ પરિવારજનોને દીકરીના અંતિમ દર્શન કરવા દીધા વગર, પોલીસે પેટ્રોલ છાંટી દીકરીને અગ્નિદાહ પણ આપી દીધો છે જે સરકાર માટે અત્યંત નિંદનીય બાબત છે, અને આ ઘટના બાદ યુપીના સીએમ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલે  દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી, ગુંડા રાજ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ આવારા તત્વો દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. જે ઘટના અને સરકારની કામગીરીને કોંગ્રેસ વખોડી કાઢે છે. અને ગુજરાતની મહિલાઓને રસ્તા પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ અને ગુજરાતના મુખ્યંત્રી રૂપાણી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ  કરી હતી.

Loading...