Abtak Media Google News

તંત્રની કચાસ કે લોકોનો ભરોસો તૂટયો?

કોરોનામાં મૃત્યુનો આંક અને પોઝિટિવ દર્દીની સંખ્યામાં વિસંગતતાથી ભારે ગેરસમજ

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ ચિંતીત બન્યું છે ત્યારે કોરોનાને લગતી કેટલીક ગેર સમજના કારણે અસમંજસની સ્થિતી ઉભી થઇ છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કારણે થતા મૃત્યુનો આંક કંઇ જુદો છે અને તંત્ર દ્વારા જુદો બતાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા સાથે થતી તરેહ તરેહની અફવા અને ચર્ચાના કારણે તંત્ર દ્વારા સાચી વિગતો જાહેર કરવામાં કચાર રહી છે કે લોકોને સમજાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કોરોનાના કારણે સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાયો છે ત્યારે કોરોના અંગેની સાચી સ્થિતી તંત્ર દ્વારા જાહેર કરી લોકોનો ગભરાટ દુર કરવો જરૂરી બન્યું છે. બીજી તરફ ખોટી અફવા ફેલાવનારને પણ લોકોએ ઓળખી બીન જરૂરી ભયભીત બન્યા વિના તંત્રને સહકાર અને સહયોગ આપવો જરૂરી બન્યો છે.

કોરોના પોઝિટીવ અને કોરોના પોઝિટીવ દર્દીના મોત અંગે દરરોજ નવા ફિંગર સાથે નવા રેકર્ડ અંગેની વિગતો જાહેર થાય છે. ત્યારે ખરેખર જાહેર થતો મૃત્યુ અને પોઝિટીવ દર્દીનો આંક સાચો છે કે તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહ્યો છે આવા આક્ષેપ વચ્ચે કોરોનાની વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોટી ગ્રાન્ટ આપવામાં આવતી હોવાથી કોરોના પોઝિટીવ દર્દીના મોત અંગેનો અને કોરોના પોઝિટીવ દર્દીના અંક તંત્ર દ્વારા વધારીને બતાવવામાં આવી રહ્યા હોવાની પણ કેટલાક તત્વો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે.

રાજકોટના કોવિડ વોર્ડમાં કુલ ૨૮ દર્દીના મોત નીપજયાનું જાહેર કરાયુ છે. જેમાં ૨૫ રાજકોટ, ૨ ગ્રામ્ય અને ૧ અન્ય જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે. પરંતુ કોરોના ઓડિટ ડેથ કમિટી દ્વારા રાજકોટમાં એક જ દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યાનું જણાવવામાં આવી રહ્યું છે. તો શું રાજકોટના કોવિડ વોર્ડમાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓ પૈકી ૨૮ દર્દીના મોત થયા તે પૈકી માત્ર એક જ દર્દી કોરોનાનો હતો તેવો સવાલ થઇ રહ્યો છે. કોરોના શંકાસ્પદ દર્દીઓને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા હોય છે તેમજ તેઓને કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારી હોવાથી તેઓની રોગપ્રતિકાર શક્તિ ઓછી હોવાથી તેઓના મોત થતું હોવાનું નિષ્ણાંત તબીબો જણાવી રહ્યા છે.

કોરોના પોઝિટીવ દર્દીના આંકડો તંત્ર દ્વારા વધુ બતાવવામાં આવી રહ્યાનો એક તરફ આક્ષેપ કરી વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર્દી દીઠ રૂા.૧.૫૦ લાખની ગ્રાન્ટ મળતી હોવાથી આવી સહાય મેળવવા માટે કોરોના પોઝિટીવનો આંક વધુ બતાવવામાં આવી રહ્યો છે. જો આ વાત સાચી હોય તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્ર્વ કોરોનાના ભરડામાં છે તો તમામ દેશને ગ્રાન્ટ ચુકવવી પડે અને તમામ દેશને ગ્રાન્ટ ચુકવવા વિશ્વ આરોગ્ય સંસ્થા સક્ષમ છે તે અંગે પણ ખોટી અફવા ફેલાવનાર વિચારતા ન હોવાનું અને પોતાના તર્ક રજુ કરી દેતા હોય છે.

કોરોના અંગે રસી શોધવા માટે સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ કામે લાગ્યા છે અને ટૂંક સમયમાં જ દવા કારગત નીવડે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખોટી અફવા ફેલાવનાર કહે છે વિશ્વ આરોગ્ય સંસ્થા ગ્રાન્ટ બંધ કરવાના હોવાથી સપ્ટેમ્બર માસમાં કોરોનાના આંકડો તંત્ર દ્વારા ઓછો બતાવવામાં આવશે તેવો તર્ક રજુ કરી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટમાં પણ ઘણો સુધારો થયો છે. કોરોનાની સાથે અન્ય બીમારી હોવાના કારણે મૃત્યુ થતા હોવાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

શું કોરોનામાં મૃતકનો સાચો ફીગર બહાર આવશે?

કોરોના વાયરસના કારણે મૃત્યુ થતા દર્દીઓ અને ડેથ કમિટી દ્વારા જાહેર થતા આંકડામાં વિસંગતા જોવા મળે છે. કોરોનાની સાથે અન્ય બીમારી હોય તેવા દર્દીના મોતને ડેથ કમિટી કોરોનાની બીમારીથી મોત થયાના ફિંગરમાં સમાવેશ કરતા ન હોવાથી એક દિવસમાં થતા ૨૫ના મોત સામે કોરોનાના કારણે માત્ર એક જ દર્દીના મોતની ડેથ કમિટી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

WHOની ગ્રાન્ટ મેળવવા કોરોનાનો આંક ઉંચો ગયો?

કોરોના મહામારી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વ પાસેથી આંકડા મેળવવામાં આવી રહ્યા છે. કોરોના અસરગ્રસ્ત દેશ પર નજર રાખી રહ્યું છે. ત્યારે કોરોના પોઝિટીવ દર્દી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રૂા.૧.૫૦ લાખની ગ્રાન્ટ આપવામાં આવતી હોવાથી તંત્ર દ્વારા કોરોના પોઝિટીવનો આંકડો ઉચો બતાવવામાં આવી રહ્યો છે. તેવી તર્ક બધ્ધ દલિલ કરી સપ્ટેમ્બરમાં ગ્રાન્ટ બંધ થશે એટલે કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો આપો આપ ઘટી જશે તેવું જણાવી રહ્યા છે જે ખરેખર વાસ્તવીકતાથી જોજન દુર અર્થહીન દલિલ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.