Abtak Media Google News

શહેરના અંબાજી કડવા મેઈન રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાછળ આવેલી શ્રી શ્રદ્ધા વિદ્યાલય વિદ્યાર્થીઓ માટે સંસ્કાર, શિક્ષણ અને શિસ્તનો ત્રિવેણી સંગમ બની ગયું છે. પ્લેહાઉસ, નર્સરી, પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક શાળા અને ડિજિટલ કલાસરૂમ  સહિતની અદ્યતન સુવિધા ધરાવતા શ્રદ્ધા શૈક્ષણિક સંકુલના સંચાલકોનું એવું સ્પષ્ટપણે માનવું છે કે, સફળતા જિંદગીની હસ્તરેખા નથી હોતી, ચણાયેલી ઈમારત તેના નકશામાં નથી હોતી પરંતુ જો યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો સફળતા સરળતાથી મળી શકે છે.

વ્યાજબી ફીમાં ધો.૧૦ અને ૧૨માં શ્રેષ્ઠ શિક્ષણ આપે છે. જગતમાં કોઈપણ કાર્ય કે કોઈપણ શોધ સૌથી પહેલા વિચારમાંથી પ્રગટે છે અને વિચારને સાકાર કરવાનું સ્વરૂપ એટલે શ્રદ્ધા શૈક્ષણિક સંકુલ. અહીં પ્લે હાઉસથી લઈ ધો.૧૨ સુધી બાળકોને સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવે છે સાથો સાથ સંસ્કાર અને શિસ્તનું પણ સિંચન કરવામાં આવે છે. શાળાના સંચાલક નીરૂબેન ઉપાધ્યાય પણ એમ.એ. બીએડ સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે જેઓ બાળકોના વિકાસમાં સતત રૂચી રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.