Abtak Media Google News

એપ્રિલથી સપ્ટેમ્બર માસમાં ડાયરેકટ ટેકસ પેટે સરકારને માત્ર ૩.૨ લાખ કરોડ રૂપિયાની આવક થઈ

દેશના નાણા મંત્રાલય દ્વારા અનેકવિધ પ્રકારે આવકવેરા વિભાગમાં ફેરબદલ કર્યા છે. સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરી વિવાદથી વિશ્ર્વાસ યોજનાને અમલી બનાવી છે જેથી છેલ્લા લાંબા સમયથી જે રકમની ભરપાઈ કરવામાં કરદાતાઓને પ્રશ્ર્ન ઉદભવિત થયા હોય તેમનું ૨૫ ટકા ભરી કેસનું નિરાકરણ કરવા માટે સ્કીમની અમલવારી કરવામાં આવી છે. અત્યાર સુધી વિવાદ સે વિશ્ર્વાસ યોજનામાં સરકારને ૭૨,૪૮૦ કરોડ રૂપિયાની આવક થઈ છે છતાં જાણે દિલ્હી હજુ દુર હોય તેવું ચિત્ર પણ દેખાઈ રહ્યું છે. નાણા મંત્રાલય અને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનાનું મુખ્ય કારણ એ હતું કે દેશભરમાં ઘણાખરા કેસો વિવાદમાં સપડાયા છે જેનું નિરાકરણ હજુ સુધી શકય બન્યું નથી ત્યારે જે કરદાતાઓને તકલીફો ઉદભવિત થતી હોય તે આ સ્કિમનો લાભ લઈ તેમના કેસોને પૂર્ણ કરી શકે છે અને દેશને પણ આવક થઈ શકે છે જે માટે બોર્ડ દ્વારા ડીસ્પ્યુટેડ રકમના ૨૫ ટકા કરદાતાઓએ ભરવાનું જણાવ્યું હતું જયારે અત્યાર સુધીમાં સરકારને ૭૨,૪૮૦ કરોડ રૂપિયાની આવક થઈ શકી છે જે આવનારા સમયમાં હજુ વધશે તેવું પણ માનવામાં આવે છે. સેન્ટ્રલ પબ્લીક સેકટર યુનિટ દ્વારા કુલ ૭૨,૪૮૦ કરોડ રૂપિયાની આવક થવા પામી છે જેમાંથી વ્યકિતગત કરદાતાએ ૩૧,૭૩૪ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. સીબીડીટી દ્વારા વિવાદ સે વિશ્ર્વાસ યોજના હેઠળ કરદાતાઓ દ્વારા આપવામાં આવતા ડેકલેરેશનની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી જ નિર્ધારીત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર માસ એટલે કે ૬ માસમાં માત્રને માત્ર કર પેટે આવકવેરા વિભાગને ૩.૨ લાખ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. સરકાર હજુ પણ આ યોજના ઉપર ભરોસો રાખી લોકોને વધુને વધુ તેનો લાભ લેવા માટે અપીલ કરી રહ્યું છે. નેટ ડાયરેકટ કલેકશન નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૩.૨ લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યું હતું જે ગત વર્ષે  કરની આવક ૪.૬ લાખ કરોડ રહેવા પામી હતી જેમાંથી કોર્પોરેટ ટેકસ પેટે ૧.૫ લાખ કરોડ આવક વેરા વિભાગના કરપેટે ૧.૬૬ લાખ કરોડની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧થી ભારતે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કર્યો છે જેમાં ચાલુ કંપનીઓ માટે કરનો દર ૨૨ ટકા જયારે નવી ઉદભવિત થતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ૧૫ ટકા રાખવા માટે જણાવવામાં આવ્યું છે. બજેટના અવલોકન સમયે નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ટેકસ કલેકશન ૧૩.૨ લાખ કરોડ રૂપિયાએ રહેવા પામ્યું છે ત્યારે આ તમામ આંકડાઓને ધ્યાને લઈ સરકાર દ્વારા આવકવેરા વિભાગમાં જે કરદાતાઓના કેસો હજુ સુધી કોઈપણ કારણોસર પડતર જોવા મળી રહ્યા હોય તેઓને વિવાદ સે વિશ્ર્વાસ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને આ યોજનાના લાભ થકી સરકારને ખુબ મોટી કરની આવક થાય તેવી શકયતા પણ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.