Abtak Media Google News

કોન્ફરન્સમાં લોકોને વધુને વધુ ગુણવત્તા વાળી પ્રોડકટ મળે તે માટે સમીક્ષા કરાઇ

રાજકોટ મેનેજમેન્ટ એશો. (આરએમએ) તથા અમેરિકન સોસાયટી ફોર કવોલીટી (એએસકયુ) અમદાવાદ ચેપ્ટરના સંયુકત ઉપક્રમે રાજકોટના એન્જીનીયરીંગ એસોસિએશન હોલ ખાતે કવોલીટી મનેજમેન્ટ  થીમ આધારીત પેશન ફોર કવોલીટી અ ગ્રોથ ડ્રાઇવર પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ફોર્ડ મોટર્સ આણેદ પ્લાન્ટના હેડ અનિલ પટેલે હાજરી આપી હતી. ઉપરાંત એએસકયુ અમદાવાદ ચેપ્ટરના ચેરમેન ડો. હિમાંશુ ત્રિવેદી, ઇપીપી કમ્પોઝાઇટસના મેનેજીંગ ડીરેકટર કાઉડર જયરાજ શાહ તથા નિરમા યુનિવસીટીના પ્રોફેસર ડો. રાજેશ જૈન હાજર રહ્યા હતા. આરએમએ ના પ્રેસીેડન્ટ પરાગ જોબનપુત્રા, ચેરમેન ચેતન કોઠારી અને સેક્રેટરી પરેશ ગોસાઇની આગેવાનીમાં કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

સમગ્ર કોન્ફરન્સમાં મુખ્યત્વે ગુણવતા વિષય પર ચર્ચા કરાઇ હતી જેમાં લોકોને વધુને વધુ ગુણવતાવાળી પ્રોડકટ મળે તે માટેની સમીક્ષા નાના મોટા ઉઘોગકારો તથા વિઘાર્થીઓની હાજરીમાં કરાઇ હતી.

દરેક ક્ષેત્રમાં ગુણવતા જરુરી

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન પ્રેસીડેન્ટ પરાગ જોબનપુત્રાએ કોન્ફરન્સનો ચિતાર આપતા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોઇ પણ હોય દરેક ક્ષેત્રમાં ગુણવતા ખુબ જ જરુરી હોય છે. સર્વિસ થી લઇને ઉઘોગ એમ તમામ ક્ષેત્રે ગુણવતા અત્યંત જરુરી છે જેના કારણે આજે આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે.

કવોલીટી જાળવવા ઝીરો ડીફેકટ જરૂરી

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

ઉપરાંત અમેરીકન સોસાયટી ફોર કવોલીટી અમદાવાદ ચેપ્ટરના ચેરમેન ડો. હિમાંશુ ત્રિવેદીએ અબતક સાથેની વાત કરતા જણાવ્યું હતું કે કવોલીટી જાળવવા માટે ઝીરો ડીફેકટ ખુબ જ જરુરી છે. વિષયે સાથે મળીને ચર્ચા કરવી ખુબ જ આવશ્યક છે જે કાર્ય આજે એએસકયુ – આરએમએ કર્યુ છે. કવોલીટી પર કાર્ય કરવાથી લાગતા મૂલ્યમાં પણ ઘટાડો થાય છે અને ગ્રાહકને સંતોષ પણ મળે છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ ગુણવતા વાળી  પ્રોડકટ પહોંચાડવાનું આયોજન

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

વધુમાં આરએમએ ના ચેરમેન ચેતન કોઠારીએ અબતક સાથે વાત કરતાં કહ્યું હતું કે વધુ ગુણવતાવાળી પ્રોડકટસ બનાવીને કંઇ રીતે આતંરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોચાડી શકાય તે ઉદ્દેશ્ય રાખીને કોન્ફરન્સનું આયોજન કરાયું છે. હોતી હૈ, ચલતી હૈ થી લઇને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોચડાવ માટે ગુણવતા અત્યંત જરુરી છે.

મેઇ ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કરવા ગુણવત્તા જરૂરી

Manapala-Resolved-Water-Problem-Across-The-City
manapala-resolved-water-problem-across-the-city

ઉપરાંત નિરમા યુનિવર્સિટી પ્રોફેસર ડો. રાજેશ જૈને અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે મેક ઇન ઇન્ડિયા નું સૂત્ર આપ્યું હતું તેને સાર્થક કરવા માટે ગુણવતા ખુબ જરુરી છે. અને આજે તે મુદ્દે ચર્ચા કરાઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમો આ મુદ્દે વિઘાર્થીઓ સાથે પણ ચર્ચા કરીએ છીએ તેમને ગુણવતાનું મહત્વ સમજાવી છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.