Abtak Media Google News

૧૨૫ કંડકટરોને સોફટ સ્કીલ અને વર્તણુંકને લગતુ માર્ગદર્શન અપાયું

રાજકોટ મનપા દ્વારા શહેરીજનોને શહેરી બસ સેવા પુરી પાડવા તા. ૧૦-૧૦-૧૩ થી સીટી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને વિસ્તારોને આવરી લેતા ૪પ રૂટ પર શહેરી બસ સેવા પુરી પાડવામાં આવે છે.શેહરીજનોને વધુ સારી સંકલીત પરીવહન સેવા પુરી પાવાના હેતુથી શહેરમાં બી.આર.ટી. એસ. તથા સીટી બસ સેવાનું વધુ સારું સંચાલન થઇ શકે તે હેતુથી બન્ને બસ સેવાનું એકત્રીકરણ કરી તેનું સંચાલન રાજકોટ રાજપથ લી.ને સોંપવામાં આવ્યું છે. જે અન્વયે હાલ ૯૦ સીટી બસ તથા ૧૦ બી.આર.ટી.એસ. બસો મળી કુલ ૧૦૦ બસો દ્વારા સમગ્ર રાજકોટને પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જેનો સરેરાશ દૈનિક ૫૦ હજારથી વધુ શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવે છે.તાજેતરમાં સીટી બસ સેવામાં કાર્યરત કંડકટરો તેની કામગીરી વધુ સારી તેમજ અસરકારક રીતે કરી શકે તે હેતુથી ટ્રેઇનીંગ પ્રોગ્રામ, રાજકોટ મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં મુખ્ય ટ્રેઇનર તરીકે ભાવનાબેન સોની દ્વારા સોફટ સ્કીલ તથા વર્તણુકને લગતુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બે સેશનમાં કુલ ૧૨૫ કંકડરોને ટ્રેઇનીંગ આપવમાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર રસીક રૈયાણી ના માર્ગદર્શન હેઠળ ડી.જી. એમ. પરેશ પટેલ, આસ. મેનેજર મનીષ વોરા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.