વી.કેન ગ્રુપનાં ‘વિન્ટર ફેસ્ટ’માં અવનવી સ્પર્ધાઓનું આયોજન

દુલ્હન કોમ્પિટીશન, રોટલા-ખીચડી, ડાન્સ કોમ્પિટીશન, ફેશન શો તેમજ મિસ્ટર, મિસ એન્ડ મિસિસ કોમ્પિટીશન યોજાશે: ફોર્મ વિતરણ શરૂ: આયોજકો ‘અબતક’ના આંગણે

વી કેન ગ્રુપ દ્વારા સમયાંતરે અનેક વિધ સામાજીક પ્રવૃતિઓનું વિશાળ આયોજન કરવામાં આવે છે. જેમાં પારિવારિક માહોલમાં બહેનો બાળકોને પોતાની કલા પ્રસ્તુત કરવા સાથે ભવિષ્યમાં ઉમદા પ્લેટ ફોર્મ પુરુ પાડવામાં આવે છે.

તા.૧૬ ફેબ્રુઆરી થી રેસકોર્સ ખાતે ટ્રેડ ફેરમાં વીકેન ગ્રુપ દ્વારા સતત પાંચ દિવસ સુધી અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય આકર્ષણ સ્વચ્છ રાજકોટ સાથે ગો ગ્રિનનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવશે. ભાગ લેનાર દરેક સ્૫ર્ધકને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે. વિન્ટર ફેસ્ટ ૨૦૨૦ આયોજનને સફળ બનાવવા વી કેન ગ્રુપના ડો. તૃપ્તિ રાજા, શિવાની કોટક, પીના કોટક, ડો. વર્ષાબેન મકવાણા, બીના જોલપરા, રચનાબેન રુપારેલ, અમીષાબેન ગજજર, પંકજભાઇ ગજજર, રાજેશભાઇ  કોથરોટીયા જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે ટ્રસ્ટી ઘનશ્યામભાઇ કોટક માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. વધુ માહીતી માટે મો. નં. ૮૪૦૧૮ ૯૭૬૦૬/ ૭૩૮૩૮ ૨૫૦૫૦ પર સંપક કરવો. તા.૧૬ ના રોજ દુલ્હન કોમ્પિટીશન, તા. ૧૯ ના રોજ રોટલા અને ખીચડી કોમ્પિટીશન, તા.ર૧ ના રોજ ડાન્સ કોમ્પિટીશન, તા.રર ના રોજ ફેશન શો તેમજ તા.ર૩ ના રોજ મીસ્ટર મિસ એન્ડ મિસિસ કોમ્પિટીશન યોજાશે.

સ્પર્ધામાં જોડાવા ફોર્મ મેળવવા માટે વન કેન પ્રિસ્કુલ શિવધામ સોસાયટી, તોરલ પાર્કની સામે યુનિવર્સિટી રોડ અથવા માનવ બાગ હેલ્થ કેર કિલનીક લક્ષ્મીનગર મેઇન રોડ, બરસાના કોમ્પલેકસ અથવા શિવાની ડેકોરેશન ૧૪ દિવાનપરા જુની ખંડપીઠ ખાતેથી મેળવી લેવા જણાવાયું છે.

ફોર્મ પરત માનવબાગ હેલ્થકેર કિલનીક,  બરસાના, ૧ શોટ નં.૩ લક્ષ્મીનગર મેઇન રોડ, ખાતે સવામે ૧૦ થી ૧ર અથવા સાંજે પ થી ૭ સુધીમાં કરવાના રહેશે.

Loading...