ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન

વડોદરા જી.એસ.એફ.સી. પરિસર ખાતે યોજાઇ રહેલી ૯મી ચિંતન શિબિરનો ત્રીજા અને અંતિમ  દિવસનો પ્રારંભ વહેલી સવારના કુદરતના શુધ્ધર, વૃક્ષાચ્છોદિત અને પંખીઓના મીઠા કલરવભર્યા વાતાવરણમાં જી.એસ.એફ.સી. પરિસર અને સરકીટ હાઉસ-વડોદરા ખાતે યોજાયેલા યોગાભ્યાસથી પ્રારંભ થયો હતો.

મુખ્યેમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. જી.એસ.એફ.સી.પરિસર અને સરકીટ હાઉસ ખાતે વહેલી સવારે યોજાયેલ યોગાભ્યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્યાસ કર્યો હતો.

Loading...