પાલીતાણામાં કોંગ્રેસ સમિતિનો સંવાદ કાર્યક્રમ સંપન્ન

કાર્યકર્તાઓએ આગામી દિવસોમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો કર્યો સંકલ્પ

પાલીતાણા તાલુકા અને શહેર કોંગ્રેસ ના કાર્યકર્તાઓ નો સંવાદ કાર્યક્રમ રાજસ્થળી ગામ ની જૈન ધર્મશાળા ખાતે યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય , વંદેમાતરામ અને મહારાજસાહેબ ના આશીર્વચન સાથે  બેઠકના પ્રારંભે ભાવનગરના કોંગ્રેસ આગેવાન કે ગીગાભાઈ ગોહિલએ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

જિલ્લા અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડે હું કોંગ્રેસ માં શા માટે અને કોંગ્રેસની ઉજળી તકો ને કાર્યકર્તા મહેનત કરી સાકાર કરે એ સંદર્ભે ,જિલ્લા  સહકારી બેન્ક ચેરમેન નાનુભાઈ વાઘાણી એ વર્તમાન રાજકીય સ્થિતિ  જિલ્લા  નિરીક્ષક અને ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલે  જિલ્લામાં સંગઠનના ઉત્તમ કામ માટે,પ્રદેશ પ્રતિનિધિ નાનુભાઈ ડાખરાએ સંગઠનની કામગીરી અને હોદેદારોની જવાબદારી  બાબતે માર્ગદર્શન અપાયું,પૂર્વ તાલુકા પ્રમુખ બહાદુરસિંહ ગોહિલ દ્વારા સંગઠનની ગંભીરતા લઈ કામ કરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું, જીલા ઉપપ્રમુખ કાંતિભાઈ ચૌહાણ  ,કિરીટભાઈ ગોહિલ, જીલા મંત્રી જેરામભાઈ રાઠોડ,નરેન્દ્રસિંહ ગોહિલ,હરેશભાઇ કામળિયા, પંચાયતી રાજ સંયોજક હિરેન વાઘાણી , સહકારી આગેવાન ટી.બી કાત્રોડીયા, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યઓ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકનું સંચાલન તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ ભીલે કર્યું, મહેમાનોનું સ્વાગત શહેર પ્રમુખ કરણભાઈ મોરી અને યુસુફભાઈ સમાં, જીતુભા ગોહિલ, રાજુભાઇ પીપરડી, સુરેશભાઈ મેર, અને યુવા ટીમે કર્યું  આભારવિધિ જિલ્લા  મંત્રી જેરામભાઈ રાઠોડે કરી હતી.

Loading...