કણસાગરા કોલેજ આયોજીત ‘મહાત્મા મહોત્સવ’ સંપન્ન

વિવિધ રાજયોનાં ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ

ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિતે કણસાગરા કોલેજ દ્વારા ૨ ઓકટોથી ૧૨ ઓકટો દરમ્યાન નેશનલ અને સ્ટેટલેવલના વિવિધ કાર્યક્રમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીએ જણાવ્યું કે આ તમામ કાર્યક્રમો ઓનલાઈન હોવાથી દેશના વિવિધ રાજયના લોકોને જોડી મહાત્મા ગાંધી નેશનલ કવીઝનું આયોજન કરાયું જેમાં ૨૦૦૦થી વધુ લોકો એ ભાગ લીધો હતો. હજુ પણ આ લીંક ચાલુ જ રહેશે નેશનલ કવીઝમાં ૫૦%થી વધુ માર્કસ મેળવનારને ઈ સર્ટીફીકેટ મેઈલ દ્વારા અપાયા છે.

વિવિધ સેવા કાર્યો અંતર્ગત યુનિ. કેમ્પસમાં વૃક્ષારોપણ તથા સ્લમ વિસ્તારમાં નિશુલ્ક ફૂડ અને મેડીસીન વિતરણ કરવામાં આવેલ છે. ૬ ઓકટો.થી ૯ ઓકટો ૨૦૨૦ દરમ્યાન રાજયકક્ષાની ઓનલાઈન વિવિધ સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં ૫૦૦થી વધુ સ્પર્ધકોએ સમગ્ર ગુજરાતની વિવિધ સંસ્થામાંથી ભાગ લીધો હતો.

યુટયુબ ચેનલ પર મેગા ઈવેન્ટ એક થા મહાત્માનું વૈવિધ્યસભર કાર્યક્રમ આયોજીત થટેલ જેમાં પણ ૨૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં એનએસએસ વોલંટીયર્સ દ્વારા ગાંધીજીના જીવન પર આધારીત વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરવાની સાથે સંગીત ટીમની સુંદર પ્રાર્થનાઓ ઉપરાંત ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ લલીતાબેન ઘોડાદ્રા વિનોદ પટેલ જયદેવ ગોસાઈ, ભકિતદાન ગઢવી અને રમેશ વ્યાસ દ્વારા ગાંધીજીના ભજનનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. મહાત્મા ભજન સંધ્યા કાર્યક્રમમાં સૌ.યુનિ.ના કુલપતિ ડો. નીતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતુ જયારે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસના દિલ્હીના આસિ.પ્રોગ્રામ એડવાઈઝર ડાયરેકટર ઓફ એનએસએસ ન્યુ. દિલ્હીના કમલકુમારે શુભકામના સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વૈશાલી મા‚, ડો. હિના ત્રિવેદી, વિ.એ. વિશેષ જહેમત ઉઠાવી હતી.

અંતમાં ડો. ગોસ્વામીએ જણાવ્યું કે મહાત્મા ગાંધી સંગીત સંધ્યા કાર્યક્રમ યુ ટયુબ ચેનલ પર ઝૠઊજ ઈઘશશયલયત સર્ચ કરવાથી ગમે ત્યારે જોઈ શકાશે.

Loading...