Abtak Media Google News

અનલોક કે લોકડાઉન ધીમું ?

તમામ શૈક્ષણિક સંકુલો, સિનેમાગૃહો, સ્વિમીંગ પુલ, જીમ સહિતના સ્થાનો ૩૧મી જુલાઈ સુધી બંધ: રાત્રિ કર્ફયુમાં સમયમર્યાદા ઘટાડાઈ, હવે રાત્રે ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયા હતો. ૪૦ દિવસના લોકડાઉનના કારણે પહેલેથી જ મંદ ચાલી રહેલું દેશનું અર્થતંત્ર માંદગીના બિછાને પહોચી જવા પામ્યુંં છે. જેથી અર્થતંત્રને બેઠુ કરવા કેન્દ્ર સરકારે ‘અનલોક’ દ્વારા લોકડાઉનમાં વિવિધ છૂટછાટો આપવાનો પ્રારંભ કર્યો હતો જે અંતર્ગત જાહેર કરાયેલા ‘અનલોક-૧.૦’ની સમયમર્યાદા આજે પૂર્ણ થનારી છે. જેથી આવતીકાલથી અમલી થનારા ‘અનલોક-૨.૦’ની કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે જાહેરાત કરવામા આવી છે. હાલ દેશમાં વધેલા સ્થાનાતરથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોય કેન્દ્ર સરકારે જાહેર કરેલા ‘અનલોક-૨.૦’માં અપેક્ષા મુજબની છૂટછાટોને ‘સંયમિત’ કરીને વધારાની કોઈ વિશેષ છૂટછાટો આપી નથી.

કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી અમલી બનનારા ‘અનલોક-૨.૦’ની માર્ગદર્શિકાની ગઈકાલે સાંજે જાહેરાત કરી છે. જેમાં રાત્રી કફર્યુંની સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કફર્યું હતો. તેનો સમય ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ રાત્રી કફર્યું રાત્રે ૧૧ વાગ્યા બાદ અમલી કરવાની માંગ થઈ હતી જેને, સરકારે ગ્રાહ્ય રાખી નથી જો કે, રાત્રી કફર્યું દરમ્યાન હાઈવે પર ભારવાહક વાહનો, પેસેન્જર વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને સહિતના પરિવહનને છૂટછાટો આપવામાંઆવી છે. ઉપરાંત શાળા, કોલેજો, સહિતની શૈક્ષણીક સંસ્થાઓ, સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસો જીમ, સ્વીમીંગ પુલ, ઓડીટોરીયમ સહિતના જાહેર સ્થળો ૩૧ જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.

જયારે કોરોનાના કેસોની સંખ્યા જયાં વધારે હોય તેવા સરકારે જાહેર કરેલા ક્ધટેનમેન્ટ વિસ્તારોમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન યથાવત રાખવામાં આવનારૂ છે. ઉપરાંત સાર્વજનીક સ્થળોએ માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન પહેલાની જેમ જ કરવાનું રહેશે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહી તમાકુ, પાન ગુટખા વગેરેનું જાહેર સ્થાનો પર સેવન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ રહેશે કે, ગૃહ મંત્રાલયની અગાઉની મંજુરીથી વિશેષ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ ચાલુ રાખી શકાશે.

મેટ્રો ટ્રેન સેવા વગેરે પણ બંધ રાખવામાં આવી છે. જયારે સામાજીક રાજકીય, રમત ગમત અને મનોરંજનની સાથે સાથે શૈક્ષણીક, સાંસ્કૃતિક ધાર્મિક આયોજનને છૂટ આપવામાં આવી છે. પરંતુ વધુ પ્રમાણમાં લોકોએ એકત્રીત થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. લગ્ન પ્રસંગે ૫૦ વ્યકિત અને મરણ પ્રસંગે ૨૦ વ્યકિતથી વધારે લોકો ભેગા થઈ શકશે નહી.

કફર્યંુ દરમ્યાન રાતે ૧૦થી સવારે ૫ વાગ્યા સુધી લોકોને બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે જોકે જરૂરી કામ ઔદ્યોગીક એકમમાં ફરજ તેમજ રાષ્ટ્રીય રાજયનાં હાઈવે પર અવર જવર કાર્ગોનું લોડીંગ જેવા કામો થઈ શકશે બસ ટ્રેક કે વિમાનમાંથી ઉતર્યા પછી જે તે સ્થળે જતા લોકો મંટે પણ કફર્યુંમાં છૂટ અપાશે નોકરીયાતોને કાર્ય સ્થળે આવનારા કર્મચારીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરાવવાનું સરકાર દ્વારા સુચવાયું છે સરકાર દ્વારા ૬૫ વર્ષથી વધુ વયના વૃધ્ધો, બિમારીઓ સામે ઝઝૂમતા દર્દીઓ ગર્ભવતીઓ અને દસ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને ઘરની બહાર ખૂબજ જરૂરી હોય તો જ જવા સલાહ આપવામાં આવી છે.

આ ગતિવિધિ શરૂ કરવાની તારીખ આવનારા સમયમાં નકકી કરાશે એ માટે અલગથી એસઓસી જાહેર કરાશે જેથી વાઈરસનં સંક્રમણ કાબુમાં રાખી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.