Abtak Media Google News

૨૨ બેડની સુવિધાથી સજજ હોસ્પિટલનું નાયબ કલેકટર મિયાણીના હસ્તે ઉદ્ઘાટન

ધોરાજીમાં તાજેતરમાં કોવિડ-૧૯ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો. ૨૨ બેડની સુવિધાથી સજજ હોસ્પિટલનું ઉદઘાટન નાયબ કલેકટર મિયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ધોરાજીના હાર્દમાં સ્ટેશન રોડ વિસ્તારમાં  સ્ક્રંદ લાઈફ કેરના નામથી ડોક્ટર હાર્દિકભાઈ સંઘાણીએ કોરોના કેર સેન્ટરની શરૂઆત કરી. નાયબ કલેકટર  મિયાણીએ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.  ડોક્ટર હાર્દિક સંઘાણીના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં સસ્પેકટેડ વોર્ડ રહેશે જેમાં જે દર્દીઓના સેમ્પલ લેવાયેલા હોય અને હજુ રિપોર્ટ ન આવેલું હોય તેવા દર્દીઓની અલગ વ્યવસ્થા થશે હોસ્પિટલમાં તેમની એન્ટ્રી એક્ઝિટ થી લઈને તમામ અલાયદી સુવિધા છે. આ સિવાય જનરલ વોર્ડ રહેશે જેમાં તફિંબહય પેશન્ટને રાખવામાં આવશે અને એચડીયુ તથા આઈસીયુ પણ રહેશે વેન્ટિલેટરની પણ સુવિધા છે.  ૨૪ કલાક બે મેડિકલ ઓફિસર હાજર રહેશે તથા અનુભવી નર્સિંગ સ્ટાફ અને કોર્પોરેટ કલ્ચર ની ધોરાજીમાં સુવિધા મળે તે માટે ધોરાજીના ખ્યાતનામ રાઈટ આન્સર રેસ્ટોરન્ટમાંથી સવારનો બ્રેકફાસ્ટ ત્યારબાદ fruit dish ત્યારબાદ બપોરનું જમવાનું, ચા, રાત્રીનું જમવાનું છેલ્લે રાત્રે હળદરવાળુ દુધ તમામ પેશન્ટને આપવામાં આવશે.  કુલ ૨૨ પથારીની આ હોસ્પિટલ રહેશે. એક્સપર્ટ એમડી તરફથી સ્ટેશન આપવામાં આવશે. રાજકોટ હોસ્પિટલના ધક્કા બચશે  અને ધોરાજીમાં ઘર આંગણે કોરોના ની સારવાર થઇ શકશે. આ તબક્કે નાયબ કલેકટર જીવી મિયાણી હાજર રહી અને શુભેચ્છા પાઠવેલ નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાં શુભેચ્છા પાઠવેલ. મેડિકલ ઓફિસર ડોક્ટર રાજકુમાર બેરા અને મેડીકલ ઓફિસર પુનિતભાઈ વાછાણીએ પણ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.