Abtak Media Google News

આપણા શરીરમાં આંખ અત્યંત મહત્વનું અંગ આંખ દ્વારા માણસ આખા વિશ્ર્વને જોઈ શકે છે.માણી શકે છે.આંખ દ્વારા માણસ સારા-નરસાનો ભેદ પારખી શકે છેઅને આંખ જ તેના જીવનમાં પ્રકાશ પાથરે છે.બેઘડી કલ્પના કરીએ કે ઈશ્ર્વરે આંખ ન આપી હોય તો માણસના જીવનમાં કેટલો અંધકાર હોત ? આજે કુદરત કોઈને કારણોસર ઘણા લોકોની દ્રષ્ટિ છીનવી લ્યે છે.આવા લોકોને કયારેક પુછીએ તો તે આંખનું સાચું મહત્વ સમજાવી શકે, જો આંખનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવેતો તે ઘણું ઘાતક સાબિત થઈ શકે છે.અથાર્ત આંખને પહોંચેલું નુકશાન માણસને જીંદગી આખી પરેશાન કરી મુકે છે.આંખને નુકશાન પહોંચવાના આમ તો ઘણા બધા કારણો છે.પરંતુ અહી જે વાત કરવાની છે તે ખાસ આંખને નુકશાન પહોંચાડતા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની છે.અત્યારની લાઈફ સ્ટાઈલમાં કોમ્પ્યુટર આવશ્યક બન્યુ છે.તેમ હકીકત એ પણ છે કે કોમ્પ્યુટરના સતતને સતત ઉપયોગીથી સૌથી વધું નકારાત્મક અસર આંખોને થાય છે. કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ નાજુક આંખોને નુકશાન  પહોંચાડે છે.આજકાલ બાળકોથી લઈ વડિલો પણ કોમ્પ્યુટર,મોબાઈલ સહિતના ઉપકરણોનો  ટેલિવિઝનથી નુકશાન થવાની ભીતિ રહેતી પણ હવે હાઈટેક યુગમાં કોમ્પ્યુટર મોબાઈલ, વિડીયો ગેઈમ્સ, ટેબલેટ લેપટોપ તેમજ અનેક વિધ ગેઝેટસ આંખોના દુશ્મન છે.

Knowledge Corner Logo 3

આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું આશકય છે.ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ  કોમ્પ્યુટરરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકેએ કારણકે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે.અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આકોમ્પ્યુટર આપણી આંખોને નુકશાન પણ પહોંચાડી શકે છે. સતત કોમ્પ્યુટરનો વપરાશ કરવાથી થતી તંકલીફોનું નામ છે.કોમ્પ્યુટર વિઝન સીન્ડ્રોમ, જેમાં આંખની સાથે સાથે શરીર અને મન પર પણ થાક લાગે છે.જે લોકો ૩-૪ કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તે લોકોને આંખની તકલીફ થવાનું જોખમ વધુ રહે છે.એક સર્વે મુજબ કોઈપણ સોફટવેર કંપનીમાં ૭૫ ટકા લોકો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બને છે.ભારતભરમાં અંદાજિત કરોડ લોકો આ આંખની તકલીફથી પીડાય છે જેમાં દર વર્ષે ૧૦ લાખ લોકોનો ઉમેરો થાય છે.

મુખ્યત્વે કોમ્પ્યુટરને કારણે થતી તકલીફો આ પ્રમાણે  છે.

* ડબલ દેખાવું (ડિપ્લોપિયા)

* નજીકની વસ્તુ ઝાંખી દેખાવી

* આંખ કોરી થવી (ડ્રાઈ આઈ)

* લાઈટ સામે અંજાઈ જવું (ફોટો ફોબિયા)

* માથાનો દુ:ખાવો

* આંખો ખેંચાવી

* આંખો લાલ થવી તથા પાણી પડવું

* ડોક તથા કમરનો દુ:ખાવો

આવું થવાના કારણો શુ?

૧.કોમ્પ્યુટર સ્ક્રીન પરના કેરેકટર્સ (પીકસલ)સેન્ટરમાં વધુ બ્રાઈટ હોય છે.અને સ્લાઈડમાં ઓછો બ્રાઈટ હોય છે એટલે  આપણી આંખોનો  તેના પર સતત ફોકસ કરવુંં પડેછે.આ વધુ પડતા ફોરસને કારણે આંખના સ્નાયુઓની મૂવમેન્ટ ઘટી જાય છે.

૨. આપણે ૧ મિનિટમાં ૧૫ વાર આંખો પટપટાવીએ છીએ ત્યારે આ બ્લીક રેટ ઘટીને ૧ મિનિટમાં ૫ વાર થઈ જાય, આંખો પટપટાવવાથી કીકી પરની ભીનાશ સરખી રીતે પથરાઈ છે પણ જયારે આ બ્લીક રેટ ઓછી થાય ત્યારે આ ભીનાશ  ઓછી પથરાઈ અને આંખો ડ્રાઈ થાય, આ ડ્રાઈ આઈને કારણે આંખો  લાલ થાય,બળે અને થાકી જાય છે.

૩. એક જ પોઝિશનમાં કલાકો સુધી બેસી રહેવું.

૪. ચશ્માના નંબર હોવા છતાં પહેર્યા ના હોય,

૫. કોમ્પ્યુટરની ઈમેજ કલીયર ના હોય,

૬. સ્ક્રીન પરથી લાઈટનું રિફલેકશન થતું હોય,

આ બધા કારણોથી એક યા તો બીજી તકલીફ થતી હોય છે.

૧. બ્લીક રેટ વધારવો,વધારે વાર આંખો પટપટાવી,૨૦:૨૦:૨૦ નિયમ,દર ૨૦ મિનિટે ૨૦ સેંક્ધડ સુધી ૨૦ વાર આંખ પટપટાવવી અથવા તો દર વખતે જયારે એન્ટર કી દબાવવો ત્યારે આંખ પટપટાવી,

૨.તમારી ખુરશી તથા ટેબલની હાઈટ એવી રીતે એડજસ્ટ કરો જેથી કોમ્પ્યુટરની સ્કીન તમારી આંખોથી ૨૦ ડિગ્રી એંગલથી નીચી હોય,

૩.તમારી આંખો અને કોમ્પ્યુટર સ્કીનની વચ્ચેનું અંતન ૧૬.૩૦ ઈંચ હોવું જોઈએ,

૪. એસીના બ્લોવર અને ફલો આંખ તરફના હોય તેનું ધ્યાય રાખવું

૫.ઉપરની લાઈટ કોમ્પ્યુટર સ્કીન પરના પડે તેનું રીફલેકશનના થાય તેવી રીતે કોમ્પ્યુટર રાખવું,

૬. સૂર્ય પ્રકાશ કોમ્પ્યુટર કે તમારી આંખ સામે ન આવે તેનું ધ્યાન રાખવું

૭.બારી કોમ્પ્યુટરની પાછળ-સામે ન હોય અને સાઈડમાં હોય તો વધુ સારું

૮. એન્ટીગ્લેર સ્કીન ફિટ કરાવવી,

૯. કોમ્પ્યુટર સેટિંગ્સમાં બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ સૌથી વધુ રાખવા,

૧૦. ટેકસના ફોન્ટ મિનિમમ કરતા ૨-૩ સાઈઝ વધારે રાખવા,

૧૧. સ્કીન દરરોજ સાફ કરવી,

૧૨. દર ૩૦ મિનિટ સ્ક્રીન સામેથી નજર દુર કરવી,

૧૩. વઘુ તકલીફ થાય તો આંખના ડોકટરનો સંપર્ક કરવો અને ડોકટરે સુચવેલા લુબ્રીકંટ ટીંપાનો ઉપયોગ  કરવો,

૧૪. માથા-કમરનો દુ:ખાવો લાંબો ટાઈમ સુધી રહે તો યોગા કે ધ્યાન કરવાથી પણ ઘણો  ફાયદો થાય છે.અંતમાં જેના વગર જીવવું મુશ્કેલ હોય તેની સાથે સારી રીતે જીવતા શીખી લેવું જોઈએ માટેજ કોમ્પ્યુટરનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો તેનાથી ઉદ્દભતી તકલીફો આપણને નુકશાન નહી કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.