Abtak Media Google News

બીએપીએસ શિલાન્યાસ મહોત્સવનો 6 દિવસ દરમિયાન 50 હજારથી અધિક ભાવિકોએ લાભ લીધો

મોરબીમાં બી. એ. પી. એસ.ના પરમાંધ્યક્ષ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ મા ં6 દિવસ દરમ્યાન ઉજવાયેલ શિલાન્યાસ મહોત્સવમાં કુલ 50,000થી અધિક લોકોએ લાભ લીધો હતો. સમાજ સેવાની ભાગીરથી સમા આ ઉત્સવમાં સમાજને સાચું જીવન જીવવાની પ્રેરણા મળે તથા લોકોના જીવનમાં ઉન્નત ગુણોનું સિંચન થાય તથા સર્વાંગી વિકાસ થાય એ હેતુથી પ્રદર્શન ખંડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં 6 દિવસ દરમ્યાન મોરબીશહેરની વિવિધ 14શાળાઓના કુલ 2700થી અધિક વિદ્યાર્થીઓ તથા અનેક ભક્તો-ભાવિકોએ લાભ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરી પ્રેરણા પ્રાપ્ત કરી હતી.આ મહોત્સવ દરમ્યાન રક્તદાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 190 વ્યક્તિઓ દ્વારા 62650 સી. સી. રક્તદાન કરાયું હતું.

લોકોનું જીવન વ્યસનમુક્ત અને પ્રેરણાદાયી બને તેવી પ્રેરણા આપતો ખંડ એટલે મુક્તાનંદ. માણસનું જીવન કઈ રીતે નીરોગી બને એવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન ખંડમાં એક સત્ય ઘટના પર આધારીત ટૂંકી ફિલ્મ દ્વારા બાળકો તથા યુવાનોને વ્યસન ન કરવાની અને બીજાને વ્યસન છોડાવવાની પ્રેરણા આપવામાં આવતી હતી.

ભારતીય અસ્મિતાને જાગ્રત કરતો પ્રેરણાત્મક ખંડ એટલે ભારતાનંદ. જેમાં પ્રત્યેક ભારતીય નાગરિકની ભારત પ્રત્યેની જવાબદારીને ખૂબ જ પ્રોત્સાહક રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. 1. ભારત દેશની સ્વચ્છતા, 2. ભારતના લોકોની સલામતી, 3. ભારતના લોકો માટે સુવિધા. આ ત્રણેય બાબતોને બાળકો, યુવાનો અને વડીલો તમામ ખૂબ જ સરળતાથી સમજી શકે તેવી રસાળ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવમા છેલ્લા 6 દિવસથી આધ્યાત્મિક તથા સંસ્કૃતિક વિધવિધ કાર્યક્રમો દ્વારા ઉજવાઈ રહ્યા છે ત્યારે અંતિમ દિનની ઉજવણી પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાન્નિધ્યમાંકરીએ મંદિર ઉમંગેએ શીર્ષક હેઠળ યુવકો દ્વારા નૃત્યનાટિકા તથા સંતોના પ્રવચનો દ્વારા અંતિમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

‘પરિવારમાં એકતા પ્રસરાવી પરસ્પર એકતાની આદરભાવના વિકસાવે તે મંદિર’એ વિષય અનુરૂપ પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. તથા પારિવારિક સંવાદ-નૃત્યો રજુ થયા હતા. મંદિર હિંદુ સંસ્કૃતિનો આધારસ્તંભ છે. મંદિર સંસ્કૃતિના મુલ્યોના રક્ષણ કરવાની ભાવના સાથે પરસ્પર સેવા ભાવના વિકસાવે છે. મોરબી રેલરાહતકાર્યો, ભુજ ભૂકંપ રાહતકાર્ય જેવા અનેક પ્રસંગોએ મંદિરે સમાજસેવા અવિરત ચાલુ રાખી છે. તે વિષયક વિડીયો સંવાદ રજુ થયો હતો તથા  આત્મસ્વરૂપ સ્વામીએ પ્રવચનનો લાભ આપ્યો હતો. હિંદુ ધર્મની ચાર માન્યતાઓ એટલે કે અવતારવાદ,કર્મવાદ, મૂર્તિપૂજા અને પુનર્જન્મ. મંદિર મૂર્તિપૂજા દ્વારા ભગવાનમાં શ્રદ્ધા પ્રગટાવે છે. આ વિષયને અનુરૂપ વિવેકસાગર સ્વામીએ પ્રવચન આશીર્વાદ આપ્યા હતાતથા યુવકવૃંદ દ્વારા ‘મંદિર સંસ્કૃતિ સુરક્ષકમ’ વિષયક નૃત્ય રજુ થયું હતું. સભાના અંત ભાગમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવીને હજારો હરિભક્તોનેલાભાન્વિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.