ભુજમાં 73 લાખ વિકાસકામોનું ખાતમુહૂર્ત: પાણીની સમસ્યા બનશે ભૂતકાળ

ભૂજના ધાણેટીમાં પ્રવાસન રાજય મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં અંદાજે ૭૩.૦૫ લાખના ખર્ચે કરવામાં આવનાર કાર્યોનો સમાવેશ થાય છે.

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે ધાણેટી ગામે ૨.૫૦ લાખ લીટર ક્ષમતાના પમ્પ, પાઇપ લાઇન, પમ્પ કેબીન થતા પાતાળ કુવાનું કામ ૪૭૧૮ લાખ. વાસ્મો પુરસ્કૃત આંતરિક જળ વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઉંચી ટાંકી ૧ લાખ લીટરનું કામ ૨૩.૧૦ લાખ શાળાને ફરતે બાઉન્ડ્રીવોલનું કામ ૦.૭૦ લાખ. શાળા કેમ્પસમાં સી.સી.નું કામ ૨ લાખ આમ કુલ અંદાજીત ૭૩.૦૫ લાખ રૂપિયાની માતબર રકમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ અને અગ્રણી વાઘજી ભાઈ આહીર, ઉપ સરપંચ ગણેશ ભાઈ વાલજી ભાઈ આહીર, ધાણેટીના સપૂત વડીલ દાનવીર દાતા રાણા બાપા, અગ્રણી હરિભાઈ જાટીયા, યદુનંદન એજ્યુકેશ ન ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈ આહીર, રબારી સમાજના આગેવાન સોમા ભાઈ રબારી, માજી સરપંચ આલાભાઈ આહીર, માજી ઉપસરપંચ રૂપા ભાઈ રબારી, આસપાસના વિસ્તારના સરપંચો, વાસ્મોના વનરાજ, રામાનુજ, કટારીયા, ડિમ્પલબેન તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...