વોર્ડ નંબર 5 ના રહેવાસીઓને ફરિયાદ : વિસ્તાર ના વિકાસ માટે વ્હાલાં દવલાની નીતિ રખાય છે

વોર્ડ. ૫

વિકાસના કામો કરીએ છીએ પણ અટકાવી દેવામાં આવે છે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ડ નંબર ૫ના કોંગ્રેસ કોર્પોરેટર અરવિંદભાઈ ભેંસણીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારી ૫ વર્ષની ગ્રાન્ટ સંપૂર્ણ લોકોની સહાય માટે વાપરવામાં આવી છે. વોર્ડ નંબર ૫માં માધ્યમ વર્ગ અને મજૂરી કામ કરતા લોકો રહે છે. ત્યારે અહીંના વિસ્તારમાં સ્મશાન ઘાટ પાસે કે જાહેર સ્નાન ગૃહ નથી જેને કારણે લોકોને હાલાકી પડે છે. જેને લઈ મારા દ્વારા ઉપર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ મારૂ કામ અટકાવી દેવામાં આવ્યું છે. જેને આ વોર્ડમાં હજુ લોકોને સઇફાઈ રોડ રસ્તાની સમસ્યા છે. ખાસ કરીને ભૂગર્ભ ગટરની પણ આ વિસ્તારમાં સમસ્યા છે. વર્ડ નંબર ૫માં કોંગ્રેસના કોર્પોરેટર જીતશે કારણકે લોકોને ખબર છેકે કોંગ્રેસના કોર્પોરેટરે કામો કર્યા છે. રાજકોટ સ્માર્ટ સીટી હોવાની ખાલી વાતો થાય છે. રાજકોટ સ્માર્ટ સીટી બન્યું જ નથી. હજુ સ્માર્ટ સીટી લાયક કોઈ કામો થયા જ નથી.

ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કોર્પોરેટર વિકાસના કામો આડા રોડા નાખે છે

ભાજપ કોર્પોરેટર અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં કોર્પોરેટર તરીકે ચૂંટયા બાદ વોર્ડમાં બાકી વિકાસના કામો કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને રસ્તાના કામો, પાણી અને ડ્રેનેજની પાઇપ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા દ્વારા વિકાસના કામો કરવામાં આવતા હતા. ત્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલ કોર્પોરેટર દ્વારા વિકાસના કામોમાં બાધા નાખવામાં આવતી હતી. ખાસ કરીને એ મોબાઇલ વિડીયો અને ચેનલોના માધ્યમથી લોકોને ભરમાવવાનો પ્રયાસ કરતા હતા. લોકોએ ચૂંટીને અમને મોકલ્યા છે. ત્યારે અમારી પણ ફરજ છેકે લોકો વચ્ચે રહીને વિકાસના કામો કરીએ લોકોના કામો કરીએ અને લોકોને જે કાંઈ પ્રશ્ન હોય તેનો હલ લાવવો અમારી ફરજ છે. કોર્પોરેશનની ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે ત્યારે આવનારી ચૂંટણીમાં પણ આ વોર્ડ માંથી ભાજપ જ જીતશે. વોર્ડ નંબર ૫માં સ્માર્ટ સીટી અનુલક્ષીને વિકાસના કામો થઈ રહ્યા છે. અમારા દ્વારા પ્રયાસો કરવાંમાં આવી રહ્યા છેકે લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે વધુ સારું થાય તેવા અમારા પ્રયાસો છે.

અમારા વિસ્તારના વિકાસ માટે વાલા દવલાની નિતી રખાય છે

વોર્ડ નંબર ૫ના સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે અહીંના કોર્પોરેટરો પબ્લીક સાથે વાલા-લલ દવલાની નીતિ રાખે છે. તેમના મળતીય હોય તેમના કામો કરે છે. વોર્ડ નંબર ૫ની મહીલાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તમના વિસ્તરમાં કચરો ઉપાડવાનું કામ થયું નથી. ચૂંટણી સમયે અહીં ભાજપના કોર્પોરેટરો મત માટે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ક્યારેય પાછા અહી આવ્યા જ નથી. રાજકોટ સ્માર્ટ સીટી નથી પરંતુ ગંદકી વાડો છે. ચોમાસાની સીઝનમાં પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે. અને સાથે લોકો ગંદકીથી પણ ત્રાસી ચુક્યા છે. વોર્ડ નંબર ૫ની મહિલાઓએ જણાવ્યું હતું કે.આવનારી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મત આપવા તૈયાર નથી. કોર્પોરેટરોએ ચૂંટણી સમયે જે વાયદા કર્યા હતા તે પ્રમાણે આ વિસ્તારમાં કોઈ પણ કામ થયા નથી. રસ્તાના પણ પ્રશ્નો પણ છે. વોર્ડ નંબર૫ની મહિલાઓએ જણાવ્યું હતું કે વિસ્તારના પ્રશ્નો હલ થયા નથી જેને તો વિસ્તારની મહિલાઓ મત આપવા જશે જ નહીં.

Loading...