Abtak Media Google News

અપીલ, ભુલ સુધારણા સહિત કરદાતાઓને ઉદ્ભવિત થયેલી તકલીફોનું આગામી ૧૫ જુન સુધી નિરાકરણ લાવવામાં આવશે

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૩૭૧ કરોડ ‚રૂપિયાનું અપાયુ રિફંડ ૩૨૬ કરોડ રૂપિયાની રાજકોટ આવકવેરા વિભાગને ઉભી થઈ ખાદ્ય

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે સીબીડીટી દ્વારા આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૧૫ દિવસ દરમિયાન કોઈપણ કરદાતાઓ કે જેઓના જૂના અપીલના કેસો, વિવાદિત ડિમાન્ડની રકમ, ટીડીએસમાં અસામનતા, ભૂલ સુધારણા સહિતની અરજીઓનું નિરાકરણ લાવવામાં આવશે. જે માટે કરદાતાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓ આવકવેરા વિભાગના અધિકારીને પણ ઓનલાઈન માહિતી આપી શકશે. આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧લી જૂનથી ૧૫ જૂન સુધી ગ્રીવેન્સ રિડ્રેસલ સેલ ચાલુ રહેવાનું હોવાથી કરદાતાઓ તેનો લાભ ઉઠાવે અને તેમની અરજીનો ત્વરીત નિકાલ કરે તે માટે આ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તરફ કોરોનાને લઈ જે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે તેનાથી દેશની અર્થ-વ્યવસ્થાને માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશને પુરતા નાણા મળી રહે અને આર્થિક સહાય મળથી થાય તે હેતુસર સરકાર દ્વારા આવકવેરા વિભાગ દ્વારા વિવાદ સે વિશ્ર્વાસ અને જીએસટી માટે સબકા વિશ્ર્વાસ યોજનાને અમલી બનાવી છે. જેનો લાભ કરદાતા મહત્તમ પ્રમાણમાં લઈ દેશમાં થયેલી નાણાકીય કટોકટીને દૂર કરવા મદદરૂપ સાબીત થાય.

Inku

વધુમાં આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા માહિતી મળી છે કે, ગત વર્ષની સરખામણીમાં કરદાતાને સૌથી વધુ રિફંડ આપવામાં આવ્યા છે. ત્યારે ગત વર્ષમાં ૧૧૩ કરોડ ‚રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું જે ચાલુ વર્ષે ૩૭૧ કરોડ રૂ‚પિયાનું રિફંડ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. જેની સામે માત્ર ૪૫ કરોડ ‚રૂપિયાનો ટેકસ જ એકત્રીત થયો છે. આ આંકડાને જોઈ હાલ રાજકોટ આવકવેરા વિભાગ પર કુલ ૩૨૬ કરોડની ખાદ્ય ઉભી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આ તકે પ્રશ્ર્ન એ ઉદ્ભવિત થાય છે કે, આ ખાદ્યને કેવી રીતે પૂરી શકાય. કારણ કે હાલની પરિસ્થિતિમાં સરકાર જે રીતે લોકડાઉનની સ્થિતિ ઉદ્ભવીત થઈ છે તેનાથી તમામ ધંધા-રોજગાર બંધ હાલતમાં જોવા મળે છે. અથવા તો નિષ્ક્રીય થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે કે આવકવેરા વિભાગને તાકીદ કરતા જણાવ્યું છે કે, જે કોઈ કરદાતાઓને રિફંડ આપવાની બાકી હોય તો તેઓને વહેલાસર રિફંડ આપવામાં આવે જેથી તે ‚રૂપિયા તેઓના ધંધા-રોજગારમાં ઉપયોગમાં લઈ શકે.

અંતમાં તેમના જણાવ્યા મુજબ હાલ કોઈપણ કરદાતાને નોટિસ આપી શકાતી નથી. પરંતુ કેન્દ્રની ગાઈડ લાઈન મળતાની સાથે જ બાકી રહેતા ટેકસની રકમની ભરપાઈ કરવામાં આવે તેવી યોજના પણ હાલ આવકવેરા વિભાગ દ્વારા બનાવવામાં આવી છે જે દેશના અર્થતંત્રમાં સીધી જ રીતે અસરકર્તા સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.