Abtak Media Google News

લોખંડનો પાઈપ લઈને બે શખ્સો ઘરમાં ધુસીને વૃધ્ધ પર પાઈપ વડે હુમલો કરતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે દલિતવાસમાં મકાનનુ ચણતર કામ ચાલતુ હતુ તે દરમ્યાન ગામના જ બે શખ્સોએ અહી કેમ ચણતર કામ કરો છો, તેમ કહીને બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરીને જાતિ અપમાનિત એટ્રોસીટીની ફરિયાદ કરી હતી. આ બનાવના પગલે વૃધ્ધને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Img 20180523 Wa0000 1હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલીના બનાવો ચિંતાજનક વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે બન્યો હતો. ગત ૨૨/૫ના રોજ દલિત વાસમાં શેલૈષભાઈ હરિભાઈ સોલંકીએ મકાનનું ચણતર કામ ચાલતુ હતુ. ત્યારે તેમની બાજુમાં રહેતા સબ્બીરભાઈ હારૂનભાઈ મિયાણા, શરીફભાઈ હારૂનભાઈ મિયાણા એમ બંને શખ્સો આવીને કહેલ અહી કેમ ચણતર કામ કરો તેમ કહીને ગાળો બોલી ફરિયાદી શેલૈષભાઈ ના પિતાને જાતિ અપમાનિત કરીને લોખંડના પાઈપ વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃધ્ધને લોખંડના પાઈપ વડે હુમલો કરતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ હળવદ પોલીસને થતા ઘટનાસ્થળે હળવદ પોલીસના મહિલા પી.એસ.આઈ એલ.બી.બગડા, હે.કો. વસંતભાઈ વધેરાએ શેલૈષભાઈ સોલંકીની ધોરણસર ફરિયાદ લઈને બે શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે વધુ તપાસ મોરબીના એસ.સી., એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. અશ્રયકુમાર મકવાણા ચલાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.