Abtak Media Google News

મેનેજર સામે બોગસ ડીગ્રી અને પદાધિકારીઓ સામે ઉચાપતની ફરિયાદ

ધ્રાગધ્રા પીપલ્સ બેંન્ક છેલ્લા બે વષઁથી ચચાઁના ચકડોળે ચડી હતી પહેલા તો અહિના મેનેજરની બોગસ ડ્રીગ્રી અને બાદમા પદાધિકારીઓ દ્વારા ઉચાપતના કિસ્સામા અનેક વખત છઇઈંને દખલ અંદાજી કરવી પડી છે  બેંકના મેનેજર સહિત ૨૩ પદાધિકારીઓસામે છઇઈં દ્વારા ફરીયાદ દાખલ કરી છે.

અગાઉ ધ્રાગધ્રા પીપલ્સ બેંકમા રહેલા મેનેજર કિશોર ભંડેરી બોગસ અને ખોટી ડ્રિગ્રી ધરાવતા હોવાનો આક્ષ:પ થતા મામલો ખુબજ ચગ્યો હતો આ બાદ તપાસ થતા જાણવા મળ્યુ હતુ કે આ મામલે પીપલ્સ બેંકના મેનેજર કિશોર ભંડેરીને અગાઉ છઇઈં દ્વારા સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

બેંકના નિયમો પ્રમાણે છઇઈં દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોઇપણ અધિકારીને ફરી અન્ય બેંકમા ફરજ કરવા માટે જગ્યા ન મળી શકે છતા પણ કિશોર ભંડેરી મેનેજર તરીકે રહી મોટો તગડો પગાર લેતો હતો. પીપલ્સ બેંકનો મેનેજર કિશોર ભંડેરી માત્ર મોરુ જ હતુ પરંતુ અહિ પીપલ્સ બેંકમા રાજકીય શતરંજ રમનારા લોકો દ્વારા સાચા-ખોટા પુરાવાઓ અને ગરબડ કરી બેંકમા કેટલીય ઉચાપત કરી હતી. પીપલ્સ બેંકના ડમી ડ્રીગ્રી ધારક મેનેજર કિશોર ભંડેરી સામે અગાઉ જીલ્લા રજીસ્ટાર દ્વારા બેંકના ડિરેક્ટરો તથા ચેરમેનને લેખીત જાણ કરી ખોટી ડિગ્રી દશાઁવતા મેનેજર વિરુધ્ધ કાયદેસર કરવા જણાવ્યુ હતુ પરંતુ ડિરેક્ટર તથા ચેરમેન સહિતનાઓ ડમી ડગ્રી ધારક મેનેજરના શુભ ચીંતક હોવાથી કોઇપણ જાતની કાયઁવાહી કરાઇ ન હતી. પરંતુ કહેવત છે ને કે “પાપ છાપરે ચડીને પોકારે છે” તેવી સ્થિતી સજાઁઇ હતી જેમા આજે રીઝવઁ બેન્ક ઓફ ઇન્ડીયાના સુપરવિઝન બાદકિષ્ના શમાઁ દ્વારા ધ્રાગધ્રા કોટઁમા પીપલ્સ બેંન્કના મેનેજર સહિત ૨૩ ડિરેક્ટરો પર ફરીયાદ હાથ ધરાઇ હતી. આ ૨૩ ડિરેક્ટરોમા ધ્રાગધ્રા રાજકારણ જગતના વરીષ્ઠ નેતાઓ અને પોત-પોતાના સમાજના વજનાર વ્યક્તિઓના નામ છે. ત્યારે હાલમા જ ૨૩જુનના રોજ ફરીથી પીપલ્સ કો.ઓપરેટીવ બેંકની ચુટણી નજદીક આવી રહી છે જેના ગણતરીના દિવસો પહેલા બેંક પર ફરીયાદ હાથ ધરાતા હવે રાજકારણ ગરમાયુ છે. ત્યારે હાલ તો ધ્રાગધ્રા કોટઁમા દાખલ થયેલ તમામ ૨૩ પદાધીકારીઓ સામે ફરીયાદની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરના ખુણે-ખુણામા માત્ર બેંકની જ વાતો સાંભળવા મળતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.