Abtak Media Google News

૫૦ નંગથી વધુ વસ્તુઓ આપનાર દાતાના ઘેર જઇ મહાપાલિકા એકત્રીત કરશે ચીજવસ્તુઓ

૨૫ ઓકટોબરથી ૧ નવેમ્બર વોર્ડ ઓફિસ ખાતે સામગ્રી એકત્રિત કરાશે

ગરીબ લોકો પણ દિવાળીના તહેવારમાં આનંદ માણી શકે તે માટે મહાપાલિકા દ્વારા સક્ષમ રાજકોટ પ્રોજેકટ અંતર્ગત આગામી ૨૫ ઓકટોબરથી ૧ નવેમ્બર સુધી શહેરીજનો પાસેથી મીઠાઈ, કપડા, રમકડા સહિતની ચીજ-વસ્તુઓ એકત્રિત કરવામાં આવશે અને દિવાળીના તહેવારોના બે દિવસ અગાઉ આ ચીજ-વસ્તુઓનું ગરીબોમાં વિતરણ કરવામાં આવશે.

આગામી ૨૫ ઓકટોબરથી ૧ નવેમ્બર સુધી મહાપાલિકા દ્વારા તમામ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરો ખાતે જરૂરી યાતમંદ લોકો માટે કપડા, રમકડા, ધાબડા અને મીઠાઈ એકત્રિત કરવામાં આવશે. તમામ વસ્તુઓનું ૨જી અને ૩જી નવેમ્બરના રોજ વર્ગીકરણ કર્યા બાદ દિવાળીના તહેવારના બે દિવસ અગાઉ શહેરના ગરીબ વિસ્તારો, ઝુંપડપટ્ટીઓમાં જરૂરીયાતમંદ લોકો વચ્ચે વિતરણ કરી દેવામાં આવશે.

જો કોઈ સંસ્થા કે વ્યકિત એક સાથે ૫૦ કે તેથી વધુ કિટ આપવા માંગતી હશે તો મહાપાલિકા આ વસ્તુ એકત્ર કરવા માટે તેના ઘેર જશે. શહેરીજનોએ સક્ષમ રાજકોટ અભિયાનમાં સામેલ થઈ ગરીબો લોકો માટે મદદ કરવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.