Abtak Media Google News

પિયરમાં સમાધાનના બહાને બોલાવી કાકા-કાકીએ માર મારી કેફી પીણુ પીવડાવ્યું: ત્રણ શખ્સોએ આચર્યું કૃત્ય

ભાવનગર સીંધી વેપારી સાથે પ્રેમલગ્ન કરેલ અને એક પુત્રીની માતાને પિયરમાં તેના પરિવારજનોએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા બાદ ઘણા સમય પછી તેને પિયરમાં તેના કાકાને ત્યાં બોલાવી બે-ત્રણ દિવસ રાખી તેણીની આમાં કોઈ કેફી પદાર્થ પીવડાવી મારમારી સામુહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ પાલિતાણા પોલીસમાં નોંધાઈ હતી. ભાવનગર શહેરમાં હોલસેલ સીંધી વેપારી સાથે પાલિતાણાની યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા જેને એક પુત્રી પણ છે. તેના પિયરમાં સભ્યોને આ લગ્ન મંજુર નહીં હોવાથી તેઓએ યુવતી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તે દરમ્યાન યુવતિના પિતાનું પણ અવસાન થયું હતું.

દરમ્યાન તેના પિયરમાં તેના કાકા કમલેશભાઈ રામજીભાઈ ભરોડીયાએ તેને સમાધાન કરવા માટે પોતાના ઘરે બોલાવી હતી અને બે-ત્રણ દિવસ રાખી તેના પતિ સાથે સંબંધો તોડી નાખવા દબાણ કર્યું હતું. બે દિવસ દરમ્યાન તેને યેનકેન પ્રકારે ત્રાસ આપ્યો હતો પરંતુ તેણી નહીં માનતા તેને ચામાં કોઈ કેફી પદાર્થ પીવડાવી તેના કાકા કમલેશભાઈ તથા તેના ભત્રીજાએ છાતીએથી પકડી રાખી તેના કાકી જાગૃતિબેનએ કમરપટ્ટાથી મારમાર્યો હતો બાદ અન્ય આરોપીઓ અંકિત મકવાણા, રાકેશ તથા અન્ય અજાણ્યા માણસોએ ભેગા મળી બેભાન અવસ્થામાં તેની પર વારાફરતી સામુહિક દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદ યુવતીએ તેના દિયરને બોલાવી આ બાબતે જાણ કરી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તમામ વિરુઘ્ધ પાલિતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.