Abtak Media Google News

ડાબર, નેસેલ, આઇટીસી, ગોદરેજ, જેવી કંપનીઓની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘટાડા

સરકારે જીએસટીનું અમલીકરણ કરી વનનેશન વન ટેકસના પુરાવ આપ્યા છે. જેમાં હવે સામાન્ય જનતાને રાહત મળે માટે જીએસટી દર ઘટાડી લેવામાં આવ્યા છે. માટે સરકારે ઉઘોગો અને પેઢીઓને તેના નવા પ્રાઇઝટેગમાં જીએસટીના ઘટાડાની માહીતી ઉમેરવાનો આદેશ આપ્યો હતો. પેકીંગ તેમજ ડિપાર્ચર વિભાગ દ્વારાતેની સુચના ખાનગી તેમજ સરકારી કંપનીઓને આપવામાં આવી હતી.

જેમાં હવે એમઆરપીમાં જીએસટીના ઘટાડાની અસરો ગ્રાહકો સુધી પહોચે માટે લેબલીંગ કરવાનું સુચવવામાં આવ્યું છે. ગ્રાહક સુરક્ષા મંત્રી રામ વિલાસે જણાવ્યું હતું કે જીએસટીમાં ગત સપ્તાહે ૧૭૮ વસ્તુઓમાં રાહત આપવામાં આવી છે. ત્યારે ઉત્પાદકો અને પેઢીઓ એમઆરપીમાં ઘટાડાની માહીતી છપાવી શકશે. જો કે ડીસેમ્બર ૩૧ સુધી જુની કિંમતો પણ માન્ય રહેશે. જો ઉત્પાદકો અલગથી સ્ટિકર બનાવવા ન માંગતા હોય તો પેકેજમાં તેઓ સીધી છાપણી કરી શકેછે.

ગ્રાન્ટ પોરટોનના ભાગીદાર ધનરાજ ભગતે જણાવ્યું હતું કે આમ કરવાથી ગ્રાહકોને જીએસટીથી મળેલી રાહતોના ફાયદાઓ વિશે માહીતી મળશે. પરંતુ પેઢીઓએ સ્ટિકરો પર વ્યવસ્થીત લખાણ થાય માટે તકેદારી રાખવી પડશે.

નેસલે, ડાબર, ગોદરેજ અને મેરીકો જેવી કંપનીઓના ભાવમાં છેલ્લા ૩ દિવસોમાં ઘટાડો થયો છે માટે આ સ્ટીકરો ગ્રાહકોને પુરતી માહીતી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.