Abtak Media Google News

રાજયમાં સપ્તાહ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કેટલાક સ્થળોએ જાનમાલનું નુકશાન પણ થયું છે. પરંતુ આ નુકશાન અકલ્પનીય હોત જો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક અસરકારક નિર્ણયો ના લીધા હોત કોમનમેન તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ‚પાણીના આમ જનતા માટે સંવેદનશીલ નિર્ણયોના કારણે સૌરાષ્ટ્રના કેટલાક પંથક તેમજ બનાસકાંઠા, પાટણ તેમજ ઉત્તર ગુજરાતમાં રાહત કામગીરી ખૂબજ ઝડપી થઈ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને ૬ લાખની સહાયની જાહેરાત થઈ છે. બનાસકાંઠા અને પાટણમાં ઘસબસતા પ્રવાહથી થયેલા મૃત્યુનો તાગ મેળવવા ૧૫૦ ટુકડીઓ કામગીરી કરી રહી છે. રાજયની મહાનગરપાલીકાઓને ઝડપથી કામગીરી કરવા મુખ્યમંત્રી ‚પાણીએ આદેશો આપી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.