Abtak Media Google News

વેરાવળના ઈણાજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭૦ લાખના ચેક અર્પણ કરતા કેન્દ્રીય મંત્રી

રાજ્યકક્ષાનાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી રામ ક્રિપાલ યાદવ નાં હસ્તે આજે વેરાવળનાં ઇણાજ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ૯ લાર્ભાીઓને રૂ. ૨.૭૦ લાખનાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

આ તકે કેન્દ્રીય ગ્રામિણ વિકાસ રાજ્યમંત્રી રામ ક્રિપાલ યાદવે જણાવ્યું હતું કે, આજે વેરાવળનાં ઇણાજ ગામે આવાસ યોજનાનાં ચેક અર્પણ કાર્યક્રમમાં ગ્રામજનોનો અને લાર્ભાીનો ઉત્સાહ ઉમંગ અનેરો જોવા મળી રહ્યો છે. ગોંડલ ખાતેનાં કૃષિ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્તિ રહેવાની સો તેમનાં મુશ્કાન પર અનેરી રંગત જોવા મળી હતી. જેના માધ્યમી ખેડૂતો ખુશ ખુશાલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫ ી શરૂ કરેલા કૃષિ મહોત્સવને આજે મહત્વકાંક્ષી સફળતા મળવાની સો ખેડૂતોનો વિકાસ યો છે. ગ્રામ્ય વિસ્તારમાં શૈાચાલય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના અને મનરેગા યોજનાી લોકોને રોજગારની તક મળવાની સો ગ્રામ્ય ગરીબી ભુતકાળ બનશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકાર ગરીબ વ્યક્તિને તેમનાં ઘરનું ઘર મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ છે. આવનાર સમયમાં દેશનાં ગરીબ વ્યક્તિને તેમનાં ઘરનાં ઘરનું સપનુ સાકાર શે તે માટે ભારત સરકાર કટિબધ્ધ હોવાની સો ઘણાં ગરીબ પરિવારને તેમનાં ઘરનું ઘર મળ્યું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાં અંતર્ગત આવાસ બનાવવાં માટે પણ સરકાર હંમેશા સાચી દિશામાં આગળ વધી રહી છે અને તેમનો લાભ પણ લાર્ભાી સુધી પહોંચતો કર્યો છે. મંત્રીશ્રી રામ ક્રિપાલ યાદવે સખીમંડળની હા બનાવટી કલાત્મક કૃતિઓ નિહાળી તેમની કામગીરીને બિરદાવી હતી.

આ તકે પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરાર, કલેકટર  ડો.અજયકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, અધિક કલેકટર પરિમલ પંડ્યા, નાયબ કલેકટર  બી.એમ.પટેલ, જિલ્લા પંચાયતનાં સદસ્ય રાજશીભાઇ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઇ પીઠીયા, નાગદાનભાઇ, તાલુકા વિકાસ અધિકારી ખુંટી, સરપંચ રમેશભાઇ ઝાલા અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મામલતદાર દેવકુમાર આંબલીયાએ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.