Abtak Media Google News

કોરોના સાથે મચ્છર જન્યો રોગ અટકાવવા પ્રિ-મોનસુનની કામગીરી કરતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

લોકોને ર્આકિ, સામાજિક અને માનસિક તકલીફ ન પડે તે માટે સંવેદનશીલ સરકારે મહામારીના સમયમાં સકારાત્મકતા સો સચોટ કામગીરી કરી છે. ત્યારે પોતાના કર્મ સામે કોરોનાને અવરોધ બનવા ન દેતા મલ્ટી પર્પઝ હેલ્ વર્કર્સ ભાઈ-બહેનોમલ્ટી પર્પઝ કામગીરી કરી રહ્યા છે. આવા જ એક મલ્ટી પર્પઝ હેલ્ વર્કર છે સૂર્યકાંતભાઈ પરમાર.

27

લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે દરેક પડકાર ઝીલવાનો જુસ્સો ધરાવનાર અને કોરોના “હોટ સ્પોટ જંગલેશ્વરમાં કામ કરી ચૂકેલ સૂર્યકાંતભાઈ પરમાર ગોંડલ તાલુકાના મોવિયા પી.એચ.સી કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત છે. લોકડાઉન ખુલ્યા બાદ પોતાની કામગીરી અંગેનો ચિતાર આપતાતેમણે જણાવ્યું હતું કે, જૂન માસ શરૂ થઈ ગયો છે, ત્યારે મેલેરિયા, ચિકનગુનિયાઅને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગ વધવાની શક્યતા વધુ હોય છે. તેને ધ્યાને લઈ અમે લોકોને કોરોનાથી જાગૃત કરવા એન્ટી લારવા એક્ટિવીટિ શરૂ કરી દીધી છે. કોરોના અને મચ્છર જન્ય રોગોથી કેમ બચી શકાય તે બાબતે લોકોને જાગૃત કરવાની સો અમે લોકજાગૃતિ અને લોકસ્વાસ્થ્ય માટે બે મોરચે કામ રહ્યા છીએ.

ગામમાં આવેલ નદી-નાળા, ચેકડેમો અને કૂવાઓના પાણી ચકાસણીની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. હાલ સ્કુલ-કોલેજો બંધ છે, પરંતુ સ્કુલ-કોલેજો શરૂ થતાં જ અમે બાળકોને ડેન્ગ્યુ, મલેરિયાથી કેમ બચવું તેનું શિક્ષણ આપીશું. લોકડાઉન ખુલતા એક સ્થળે બીજા સ્થળે  જતાં લોકોની સંખ્યામાં પણ વધારો થશે ત્યારે કોરોના સંદર્ભે પણ લોકોનું સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ ચાલુ રહેશે. હાલમાં અમે રોજના ૭૦થી ૮૦ ઘરની મુલાકાત લઈને મચ્છરજન્ય રોગોથી બચવાની સાથે કોરોના સંદર્ભે લોકોને માર્ગદર્શન આપી જાગૃત કરી રહ્યા છીએ. તેમ સૂર્યકાંતભાઈ પરમારે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.