વિશ્ર્વ એઇડ્સ દિવસની ઉજવણીનો પ્રારંભ: કેન્ડલ લાઇટથી ઝળહળતી ‘રેડ રિબન’નું નિર્માણ

સોમવારે વિરાણી સ્કૂલમાં વેબિનાર સાથે 1લી ડિસેમ્બરે શહેર જિલ્લાની એક હજાર શાળામાં રેડ રિબન બનાવાશે ક્ષ દરેક નગરજનોએ રેડરિબન પીન અપ કરીને રાજકોટને રેડરિબન નગર બનાવે: અરૂણ દવે

1લી. ડિસેમ્બરના રોજ વિશ્ર્વ એઇડસ દિવસની વિશ્ર્વભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં એઇડસ પ્રિવેન્શન કલબ દ્વારા વર્ષે અગાઉથી એમ આઇવી એઇડસ અંગેની જનજાગુતી માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ એઇડસ પ્રિવેન્શન કલબ અને પંચશીલ સ્કુલના સયુકત ઉપક્રમે પંચશીલ સ્કૂલના ઓડીટોરીયમમાં 500 જેટલી કેન્ડલ લાઇટ રેડ રીબીન બનાવવામાં આવી હતી.

અબતક સાથેની વાતચિત દરમિયાન એઇડસ પ્રિવેન્સન કલબ પ્રેસીડેન્ટ અરૂણભાઇ દવેએ જણાવ્યું હતુ કે એઇડસ પ્રિવેન્શન કલબ હું છેલ્લા 1987થી ચલાવું છું હાલ કોરોનાનો કહેર છે. તેવો જ કહેર 1986થી 1990ના સમયમાં ભારતમાં જોયો હતો.

1981માં વિશ્ર્વમાં પ્રથમ વખત જોવા મળ્યો હતો. 1986થી 1992 સુધી ખૂબ જ ભયંકર પરિસ્થિત હતી. એઇડ્સની લડાઇ ઘણા વર્ષોથી લડીએ છીએ. તે લડાઇ લડવામાં ઘણા વર્ષોથી લડીએ કોરોના અને એચઆઇવી વાયરસ કયાંકને કયાંક સરખા વાયરસ છે.

31 માર્ચ 2021 સુધી એઇડ્સ જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટના એઇડ્સ જન જાગૃતિના કાર્યક્રમોની વૈશ્ર્વિક સ્તરે સરાહના થાય છે

બંનેના ઇમ્યુનીટી સિસ્ટમ ડાઉન થાય. અત્યારે કોરોનામાં એન્ટી રિટરો વાયરલ દવા આપીએ તે એચઆઇવીની જ દવા છે. રેમ્ડીસીબીરનેએ ચાર પ્રકારથી એચઆઇવી એડ્ઇસ ફેલાઇ. અશુરથિત જાતિય વ્યવહાર, માતા દ્વારા બાળકને લોહીથી ફેલાઇ શકે તે વખતની પણ જનજાગૃતિ આજે આપણને કામ આવી છે. કોઇપણ વાયરસ દસ પંદર વર્ષ બાદ નબળો પડતો હોય. મોટા ભાગે વાયરસની દવા શોધાય જતી હોય છે. કોરોનાની તો સોંધારો પરંતુ એચઆઇવીની કોઇ ચોકકસ રસી કે દવા નથી તેને કંટ્રોલ રાખી શકે તેવી એન્ટી રિટરો વાયરસ દવા આવે છે. ચારથી પાંચ વર્ષ પહેલા રાજકોટમાં દરરોજના ચારથી પાંચ કેસ પોઝીટીવ આવતા હતા.

આ તકે પંચશીલ સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડી.કે. વાડોદરીયાએ જણાવેલ દર વષે અરૂણભાઇ દવે સાથે વિશ્ર્વમાં સૌપ્રથમ એઇડસ જન જાગૃતિ કાર્યક્રમ પંચશીલ કરે છે. જેનો અમોને આનંદ છે. પાસ તો લોકો હાલના કોરોના વાયરસ સાથે એઇડ્સ દિવસે એચ.આઇ.વી. એઇડ્સને સાંકળીને જન જાગૃતિ પ્રસરાવે તે જરૂરી છે. ચેપીરોગોના લોકો પ્રત્યે ભેદભાવ પણ ન રાખવો જોઇએ.

વિશ્ર્વ એઇડ્સ દિવસ 1લી ડિસેમ્બર અનુસંધાને એઇડ્સ કલબ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે આજે પંચશીલ સ્કૂલ ખાતે વિશાળ કેન્ડલ લાઇટ રેડ રિબન બનાવીને વૈશ્ર્વિક લેવલે રાજકોટનું નામ રોશન કરેલ છે. આથીક ચેરમેન અરૂણ દવે શાખાનાં ટ્રસ્ટી ડિ.કે. વાડોદરીયા, વિશાલ કમાણી, મયુરસિંહ તથા યોગીરાજસિંહ સાથે સ્ટાફ સામાજીક અંતર રાખીને જોડાયા હતા. રિબન સાથે કોરોના કંટ્રોલનું માસ્ક બતાવેલ છે.

સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે કે 30મીએ સવારે 10 વાગે વિરાણી સ્કૂલ ખાતે છાત્રા માટે વેબીનાર તથા 1લી. ડિસે. વરાણીખાતે વિશાળ રેડ રિબન તથા સાંજે 5 વાગે સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે 500 લાલ ફુગ્ગાની રેડ રિબન હવામાં તરતી મુકાશે. વિશ્ર્વ એઇડ્સ દિવસે ડી.ઇ.ઓ કચેરી સ્વનિર્ભર શાળા એસો. નગર પ્રા.શિ. સમિતિની તમામ એક હજાર શાળામાં રેડ રિબન બનાવાશે. કલકેટર તથા મેયરને પણ સંસ્થાએ અનુરોધ કરીને રેડરિબન નગર બનાવવા અનુરોધ કરાયો છે. જીલ્લા શિક્ષણ તાલિમ ભવનની છાત્રો માટે વેબીનાર સાથે સંસ્થા દ્વારા 31મી માર્ચ 2021 સુધી વિવિધ એઇડ્સ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. જોડાવા માંગતા અરૂણ દવે 98250 78000 ઉપર સંપર્ક કરવો. સંસ્થાને એઇડ્સ કંટ્રોલ સોસાયટી ગુજરાતનાં એઇડ્સ પ્રોજેકટ ડાયરેકટર ડો. રાજેશ ગોપાલે શુભેચ્છા પાઠવીને અભિનંદન આપ્યા હતા.

Loading...