Abtak Media Google News

સેટકોમ દ્વારા વિવિધ કાર્યક્રમો

અંતરીયાળ વિસ્તારની બહેનો પણ ઉજવણીમાં જોડાઈ

આગામી ૧૪ ઓગસ્ટ સુધી રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયુ ઉજવાશે. જેમાં સેટકોમના માધ્યમથી રાજ્યકક્ષાએથી વિવિધ કાર્યક્રમો રજુ થશે.

મહિલાઓના વિકાસના વિવિધ મુદ્દા ઉપર વિકાસલક્ષી કામગીરી કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬થી સમગ્ર રાજ્યમાં ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મહિલા સુરક્ષા, વિકાસ, સ્વાવલંબન, નેતૃત્વ, શિક્ષણ જેવા વિષયો પર મહિલાઓને પ્રેરિત કરીને ‘નારી તું નારાયણી’ના સૂત્રને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે આ પખવાડીયાની ઉજવણી કરવામાં આવતી હોય છે.

સાંપ્રત સ્થિતિમાં કોવિડ-૧૯ને અનુલક્ષીને આ ઉજવણી આ વર્ષે રાજ્ય કક્ષાએથી સેટકોમ દ્વારા વિવિધ પ્રસારણ કરીને કરવામાં આવશે. આ પ્રસારણ રાજ્યના અંતરિયાળ વિસ્તારની બહેનો પણ જોઈ શકે તેમાં જોડાઈ અને રાજ્યના છેવાડાના માનવી સુધી પણ આ કાર્યક્રમ સરળતાથી પહોંચી શકે તે રીતે આ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે.

આ પખવાડીયા દરમિયાન તા.૧ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.૨ના રોજ દિકરી દિવસ ઉજવાયા હતા. ૩ ઓગસ્ટના મહિલા સ્વાવલંબન દિવસ, ૪ ઓગસ્ટના મહિલા નેતૃત્વ દિવસ, ૫ ઓગસ્ટના મહિલા આરોગ્ય દિવસ, ૬ ઓગસ્ટના મહિલા કૃષિ દિવસ, ૭ ઓગસ્ટના મહિલા શિક્ષણ દિવસ, ૮ ઓગસ્ટના મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, ૯ ઓગસ્ટના મહિલા કલ્યાણ દિવસ, ૧૦ ઓગસ્ટના મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, ૧૧ ઓગસ્ટના મહિલા કર્મયોગી દિવસ, ૧૨ ઓગસ્ટના મહિલા કાનૂની જાગૃતિ દિવસ, ૧૩ ઓગસ્ટના શ્રમજીવી મહિલા દિવસ અને ૧૪ ઓગસ્ટના મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.