મૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ

માસાંત સુધીમાં નવું બનાવી કાર્યરત કરવાની નેમ: વસ્તાભાઈ કેશવાલા: અગ્નિદાહ માટે કોઈ ચાર્જ નહીં લેવાય

વર્તમાન સંજોગોમાં કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ વધતા જરૂરીયાત અનુસંધાને જામનગર નજીક નાઘેડા ગામ પાસેના સ્મશાનનું સુવિધાજનક નવનિર્માણ હાથ ધરાયું છે.

આજના કોરોનાના ભયંકર સમય દરમિયાન લગભગ દરરોજ જી.જી. હોસ્પિટલ અને પ્રાઈવેટ કોવિડ સેન્ટરોમાં મળીને વીસથી પચ્ચીસ લોકોના મૃત્યુ તો કોરોનાથી જ થાય છે. બાકીના કુદરતી મૃત્યુ તો આખા શહેરના અલગ જ હોય છે, અને આસપાસના બાયપાસ વિસ્તાર સુધીની ઝુપડપટ્ટી અને વિશાળ ઉદ્યોગનગરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ પણ અગ્નિ સંસ્કાર માટે સોનાપુરી અને ગાંધીનગરના સ્મશાને જ આવે છે. એના લીધે સ્મશાનમાં લાઈનો લાગે છે, અને મૃતદેહો તા તેમના કુટુંબીજનોને છ થી સાત કલાક સુધી પણ રઝળવું પડે છે, અને દુ:ખની ઘડીમાં વધુ દુ:ખનું વાતાવરણ સ્મશાનમાં ઉભું ાય છે.

આ સ્થિતિતને ધ્યાને લઈને સમર્પણ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા સેવાભાવી અગ્રણી વસ્તાભાઈ કેશવાલાએ જણાવ્યું છે કે, આ બધી પરિસ્થિતિત ધ્યાનમાં આવતાં એક સ્મશાન બનાવવું જોઈએ આજના નિયમ મુજબ આપણે સ્મશાન યાત્રામાં તો જઈને બેસહારા માનવ મૃતદેહની સેવા કે કાંધ આપી શકતા ની પણ સ્મશાનમાં તો સેવા કરી શકીએ ને…? આવો વિચાર મનમાં આવ્યો અને તેને અમલમાં બીજા જ દિવસે મુકેલ છે. અને તા. ૧-૯-ર૦ર૦ થી એક જુનુ અને ખંઢેર ઈ ગયેલ જેમાં ખાટલો પણ ની અને ડાઘુને બેસવાની સગવડ કે ન્હાવા માટે પાણીની સગવડ પણ ની. એવું નાઘેડી ગામનું સ્મશાન જે ર૦૦૦ ની સાલમાં “શ્રી કબીર લહેર તળાવ” ખંભાળીયા રોડ ઉપર બાંધેલ તે સમયે જ તે સમયના મહંત શ્રી જગદીશદાસજી મહારાજ સાહેબની આજ્ઞાથી અમે બનાવેલુ હતું. તેને વીસ વર્ષ યા છે. તે જ સ્મશાનને ફરીથી નવું બનાવવાનું કામ શરૃ કરેલ છે. અને સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં જનતાની સેવા માટે અર્પણ કરવાની મારી ઈચ્છા છે. કબીર આશ્રમ જામનગરના એક સેવાયજ્ઞમાં દિવેલ પુરવું છે. આ સ્મશાનનું નામ પણ પરમ વંદનીય મહંત શ્રી જગદીશદાસજી મહારાજ સાહેબે “સત્યલોક પ્રસનધામ” રાખેલ છે.

આ સ્મશાનમાં અગ્નિદાહ માટે મૃતકના પરિવાર પાસેી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. અગ્નિદાહ માટે જરૃરી લાકડાં પણ સ્મશાન તરફી ફ્રી આપવામાં આવશે તેની કોઈપણ કિંમત લેવામાં આવશે નહીં. અને જો કોઈ અતિ દિન દુ:ખી કુટુંબ હશે તો તેને ક્રિયાક્રમ માટે મારાથી બનતી શક્તિ પ્રમાણે ર્આકિ મદદ પણ હું કરીશ. અત્યારે ત્રણ ખાટલા ફીટ કરેલ છે. અને ભવિષ્યમાં જરૃરત પડશે તો વધુ ખાટલા ફીટ કરવામાં આવશે. અને કોઈ દિવસ લાકડા વગર કોઈપણ મૃતદેહને રાહ જોવી પડે કે રઝડવું પડે એવો સમય હું આવવા નહીં દઉં. સુકાં લાકડાંના પુરતા સ્ટોકનું ધ્યાન હું પોતે જાતે રાખીશ અને વ્યવસ કરીશ. ડાઘુને ન્હાવા માટે બોરવેલ અને પંપસેટ તા પાણીના ટાંકાની વ્યવસ પણ ભવિષ્યના ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યાં ઈલેક્ટ્રીક કનેકશન ની તેી પાવર હાઉસના અધિકારીઓને વિનંતી કરીને સ્મશાન માટે ઈલેક્ટ્રીક કનેકશન પણ લેવામાં આવશે. અને સ્વચ્છતા જાળવવા માટે મેઈન ગેઈટી આખા પરિસર ૪૦૦૦ ચો.ફૂટમાં સિમેન્ટના બ્લોક નાખવામાં આવશે અને એક સફાઈ કર્મચારી કાયમી રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

Loading...