સોમનાથમાં સ્વ.કનૈયાલાલ મુન્શી ગ્રંથાલયનો પ્રારંભ

સોમનાથ યાત્રી સુવિધા ભવન ખાતે આવેલ સ્વ.કનૈયાલાલ મુન્શી ગ્રંથાલય વાંચકો માટેનું  ઉત્તમ સ્થાન બન્યુ છે. સરકારની અનલોક-૫ ની ગાઇડલાઇન પ્રમાણે લાઇબ્રેરીઓને નિયમાધિન શરૂ  કરવા મંજુરી મળેલ છે, જેથી સોમનાથ માં ટીએફસી ભવન ખાતે વિવિધ સુવિધા સભર સ્વ.કનૈયાલાલ મુન્શી ગ્રંથાલય શરૂ કરવામાં આવેલ છે. જેમાં  ધાર્મિક-આધ્યાત્મિક-નવલકથાઓ-નાટકો-જનરલ નોલેજ સહિતના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે.

જ્યાં કોરોના વૈશ્વિક મહામારી ને અનુલક્ષીને ખાસ સુરક્ષાનું સરકારની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોશ્યલ ડીસ્ટન્સ  સાથે વાંચકોને  બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ  સ્થાન ખુબજ શાંત તેમજ  પ્રાકૃતિક હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની  તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વરદાન સમું બન્યું છે, હાલમાં ગીર સોમનાથ જીલ્લાના ૩૦ થી વધુ વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આવે છે.

જો આપ વાંચનના શોખીન છો અને શાંત વાતાવરણ અને વાંચવા માટે પુસ્તકોની શોધમાં છો, તો સ્વ.કનૈયાલાલ મુન્શી ગ્રંથાલય આપના માટે ઉત્તમ સ્થળ બની રહેશે. ગ્રંથાલયમાં  જોડાવા મો.૯૯૭૮૬૧૪૦૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

Loading...