વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

વડોદરામાં સ્વચ્છતા કાર્ય, આણંદમાં રકતદાન કેમ્પ: પેટલાદમાં કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરનું ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અનુસંધાને ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તા.૧૪ના રોજ વડોદરામાં સ્વચ્છતા સેવા કાર્યો, આણંદમાં રકતદાન કેમ્પ અને પેટલાદમાં કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત  ’સેવા સપ્તાહ’ અંતર્ગત આજરોજ ૧૪ સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપા સંગઠનના હોદ્દેદારઓ, સરકારના મંત્રીઓ, ભાજપા અગ્રણીઓ તેમજ જિલ્લા અને મહાનગરોમાં સ્થાનિક ભાજપા પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્ય, ગરીબોને અનાજ વિતરણ, દર્દીઓને ફળ વિતરણ, દિવ્યાંગજનોને સહાય સહિતના વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.

આજરોજ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા વડોદરા ખાતે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ દ્વારા આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો તેમજ પેટલાદ ખાતે ’કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સ્થાનિક જરૂરિયાતમંદોલોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સેવા અને જનજાગૃતિના કાર્ય સાથે કરવા ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લા-મહાનગર-મંડલમાં ભાજપા કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગે, પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિ નું કાર્ય કરવામાં આવશે તેમ પ્રદેશ ભાજપની યાદીમાં જણાવેલ છે.

સેવા સપ્તાહની ઉજવણીમાં કેવા-કેવા સેવા કાર્યો થશે?

આગામી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રેરણાદાયી જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાસેવા સપ્તાહની ઉજવણીમાં કેવા-કેવા સેવા કાર્યો થશે ? છે ત્યારે સેવાના ભાવથી તેમના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લા-મહાનગવર-મંડલમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ ભાજપાના ’સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યો કરવામાં આવશે.

આ ’સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત ભાજપા કાર્યકર્તાઓ દ્વારા દરેક મંડલમાં ઓછામાં ઓછા ૭૦ દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને સાધન સહાય, ૭૦ ગરીબ ભાઈ-બહેનોને આવશ્યકતા અનુસાર ચશ્માનું વિતરણ, દરેક જિલ્લા મહાનગરમાં ૭૦ સેવા વસ્તી તેમજ નોન કોવિડ હોસ્પિટલોમાં  કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર ફળ વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવશે. પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને સ્થાનિક સ્તરે કોવિડ ૧૯ થી પ્રભાવિત ૭૦ વ્યક્તિઓને આવશ્યકતાનુસાર હોસ્પિટલના માધ્યમથી પ્લાઝમા ડોનેટ કરાવવામાં આવશે તેમજ પ્રદેશ યુવા મોરચા દ્વારા ૭૦ સ્થળોએ રક્તદાન શિબિરો યોજવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યેક બુથમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ૭૦ વૃક્ષોનું વાવેતર તેમજ પ્રત્યેક ગ્રામ્ય જિલ્લાનાં ૭૦ ગામોમાં, જિલ્લા કેન્દ્રોમાં અને મહાનગરોમાં ૭૦ જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્ય કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી જીવન ઉપર આધારિત ૭૦ જેટલા વેબિનારનું પણ આયોજન કરવામાં આવશે.

Loading...