Abtak Media Google News

ઇન્ચાર્જ શા.શિ નિયામકે  કાર્યકારી કુલપતિ, સિન્ડિકેટ સભ્યો કે ભવનમાં પણ આમંત્રણ ન પહોચાડ્યું: ૩૬ સ્પર્ધામાં માત્ર ૪૫ કોલજની એન્ટ્રી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ૪૮માં ખેલકુદ રમતોત્સવનો ઉદઘાટન વિના પ્રારંભ થઇ ગયો હતો. કાર્યકારી કુલપતિ ઉપરાંત કોઈ સત્તાધીશો પણ ડોકાયા ન હતા તેનું કારણ એ છે કે ઇન્ચાર્જ શા.શિ નિયામક દિપક રાવલે કોઈને આમંત્રણ જ ન આપ્યું હતું. આજી શરૂ થયેલા ખેલકુદ રમતોત્સવમાં ૩૬ સ્પર્ધામાં ૪૫ કોલેજની એન્ટ્રી આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત ખેલકુદ રમતોત્સવના કાર્ડ છાપવામાં આવ્યા ન હતા ભવનના અધ્યક્ષ તો ઠીક પણ કાર્યકરી કુલપતિ ડો.નિલંબારીબેન દવેને પણ આવકારવામાં આવ્યા ન હતા તેનું કારણ કાર્યકારી કુલપતિ અને શા.શિ નિયામક દિપક રાવલ વચ્ચે થયેલ બોલાચાલી હોવાનું જાણવા મળે છે.

કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવે સાથે વાત કરતા તેમને જણાવ્યું કે માંદગીનું કારણ આપી શા.શિ નિયામક ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા છે હાથ તે વેટ સાચી છે કે આ વખતે તેમના વિભાગ તરફી ખેલકુદ રમતોત્સવ માટેનું કોઈ આમંત્રણ કાર્ડ મળ્યું ની જેથી ઉદઘાટનમાં કોઈ ગયા ન હતા. હાલ ચાર્જમાં રહેલા જે.પી.બારડને ખેલકુદ રમતોત્સવનો હવાલો આપવામાં આવ્યો છે સમગ્ર વ્યવસની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે.

દોડ, કુદ, હર્દલ્સ, ચક્રફેંક સહિતની સ્પર્ધાઓ ૪૨ કોલેજના ૨૩૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.