રવિવારે ભવન કલા કેન્દ્રનો યુટયુબ ચેનલમાં હાસ્યોત્સવ

‘આનંદ તરંગ’ અંતર્ગત યોજનાર આ કાર્યક્રમમાં જયોતીન્દ્ર દવે તથા બકુલ ત્રિપાઠી કૃત હાસ્ય રચના રજુ થશે

ગુજરાતી સાહિત્યના બે સમર્થ સર્જકો જ્યોતીન્દ્ર હ. દવે અને બકુલ ત્રિપાઠી કૃત હાસ્ય રચનાઓ પર આધારિત લઘુનાટિકાઓનો ઝૂમખો ’આનંદ તરંગ’ આ રવિવાર ૬ ડિસેમ્બરના રાત્રે ૯ વાગ્યે ભવન કલા કેન્દ્રની યુટયુબ ચેનલ પર દર્શાવાશે.

ગુજરાતના વિખ્યાત હાસ્ય અભિનેતા અર્ચન ત્રિવેદી તથા તેમનું કલાકાર વૃંદ હાસ્યોત્સવમાં ભાગ લેશે.

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે  રજૂ થનારા આ કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર, કમલેશ મોતા અને નિરંજન મહેતા છે. ભવન કલા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી હાલ કોરોના મહામારીના સમયમાં પણ વિવિધ કાર્યક્રમો સોશ્યલ મિડીયાના વિવિધ માઘ્યમો દ્વારા પ્રસારીત કરી રહી છે.

Loading...