બૉલીવુડ ડ્રગ્સ રેકેટમાં કોમેડિયન ભારતી સિંહનું પણ નામ ખુલ્યું : એનસીબીના દરોડા

સુશાંત સિંહના આત્મહત્યા બાદ બોલીવૂડમાં લગાતાર ડ્રગ્સના કેસો સામે આવી રહ્યા છે જેમાં ઘણા બધા અભિનેતા અને અભિનેત્રીઓના ચેહરાઓ સામે આવ્યા છે. સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તી પછી કેટલા બધા અભિનેતા અને અભિનેત્રીઓ ડ્રગ્સ કેસમાં ઝડપાયા છે. એનસીબી દ્વારા વારંવાર બોલવુડના અભિનેતાઓના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે.તેમાં બોલિવૂડમાં વધુ એક ચેહરો સામે આવ્યો છે જે કપિલ શર્મા શૉ ની લેડી કોમેડિયન ભારતી સિંહ છે. એનસીબી દ્વારા ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીંમબાચિયાના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા અને તેના ફ્લેટ પરથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતના મર્ડર કેસમાં રિયા ચક્રવર્તીને ગિરફ્તાર કરવામાં આવી હતી .ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રિયા ચક્રવર્તી અને બીજા અભિનેતા અને અભિનેત્રી ડ્રગ્સ લેતા ઝડપાયા હતા જેમાં સારા અલિખાન, દીપિકા પાદુકોણ ,આલિયા ભટ્ટ,અર્જુન રામપાલ વગરેના નામ સામે આવ્યા છે અને તેમાં એક વધુ ભારતી સિંહનું નામ પણ ઉમેરાયું છે . થોડાક સમયમાં જ આટલા બધા બોલીવુડમાં ડ્રગ્સના કેસો આવતા બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ ચર્ચાનો વિષય બની ગયા છે. હાલતો આ બધા જ અભીનેતાઓ જમાનત પર છે .

Loading...