Abtak Media Google News

દેશની બેંકોને છેલ્લા ઘણા સમયથી બેડ લોન્સનું ગ્રહણ લાગ્યુ છે. આ ગ્રહણથી બચવા માટે રીઝર્વ બેન્ક દ્વારા બેડ લોન્સ માટે ખાસ વિભાગ ઘડવાની વિચારણા ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે આરબીઆઈને બેડ લોન્સ મામલે કડક પગલા લેવાની સત્તા પણ આપી છે. જેના અનુસંધાને બેન્કીંગ રેગ્યુલેશન એકટ પાર્લામેન્ટમાં મુકવામાં આવશે. જેમાં બેન્કીંગ ક્ષેત્રે કેટલાક સુધારા સુચવવામાં આવ્યા છે. જે બેન્કોને બેડ લોનના ગ્રહણથી બચાવશે. ગત નાણાકિય વર્ષના પ્રથમ ૯ મહિનામાં બેડ લેન્સનું પ્રમાણ ‚ા.૬.૦૭ લાખ કરોડ સુધી વધી ગયુ હતું. જેમાં ચાલુ વર્ષે વધુ ૨.૧ લાખ કરોડનો ઉમેરો થયો છે. વર્ષ ૨૦૧૬ના માર્ચ સુધીમાં સરકારી બેંકોની બેડ લોન્સનું પ્રમાણ ચિંતાજનક હતું.

એનપીએના કારણે જાહેર તંત્રની બેન્કોને દર વર્ષે લાખો કરોડની નુકસાની થાય છે. વર્ષે ૨૦૧૫ની સરખામણીએ ૨૦૧૬માં એનપીએનું પ્રમાણ ‚ા.૨.૬૭ કરોડનું હતું માટે આરબીઆઈ દર વર્ષે વધતા જતા એનપીએએને ઘટાડવા પગલા લઈ રહી છે અને બેડ લોન બેંકનું રચના કરવાની તૈયારી આરબીઆઈની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.