ઈન્ટીરીયર ડિઝાઇનર્સના સ્પોર્ટસ કાર્નિવલનો રંગારંગ પ્રારંભ: વોકેથોનમાં ભારે ઉત્સાહ

ઈન્ટીરીયર ડિઝાઈનરો માટેની સંસ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયન ઈન્ટીરીયલ ડિઝાઈનરનાં સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટર દ્વારા સ્પોર્ટ કાર્નિવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલનો ગઈકાલે વોકેથોનથી શુભારંભ થયો હતો. જેમાં આઈઆઈઆઈડીના સભ્યોએ રેસકોર્ષ ગ્રાઉન્ડને ફરતે ઉત્સાહી વોક કર્યું હતું.

સ્પોર્ટ કાર્નિવલમાં આજી જયોતિ સીએનસીના સ્પોર્ટ કોમ્પલેક્ષમાં ક્રિકેટ, બેડમીન્ટન, ચેસ, સ્વીમીંગ, વોલીબોલ, ટેબલ ટેનીસ સહિતની રમતો શરૂ થઈ છે. જેમાં ૧૦૦થી વધુ સ્પર્ધકો ૪ ટીમોમાં વિભાજીત થઈને ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમ પાછળનો મુળ હેતુ સ્પોર્ટસ કલ્ચર આવે અને લોકો પોતાની તંદુરસ્તી માટે જાગૃત થાય તેવો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેપ્ટર ચેરમેન હરેશભાઈ પરસાણાના નેતૃત્વ હેઠળ રમેશ, પીપળીયા, દર્શિતા જોષી, વિશાલ પાટોળીયા, મીતલ ચૌહાણ, દિપક મહેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

Loading...