રૂક્ષ્મણી વિવાહની રંગેચંગે થયેલી ઉજવણી

‘અબતક’ પરિવારનાં આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ

‘અબતક’ પરિવારનાં આંગણે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આજે છઠ્ઠા દિવસે શાસ્ત્રોકતવિધિ અનુસાર રૂક્ષ્મણીજી અને ઠાકોરજીના વિવાદ થયા હતા. શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી) દ્વારા લગ્નવિધિ થઈ હતી. જાનનું સામૈયું, રૂક્ષ્મણીજીનાં ક્ધયાદાન, મંગળફેરા, જાન વિદાય સહિતનાં માંગલિક પ્રસંગો વર્ણવવામાં આવ્યા હતા.

રૂક્ષ્મણીજીને ‘અબતક’નાં સિનીયર ક્રાઈમ રીપોર્ટર જાલમસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્ની જયશ્રીબા દ્વારા ક્ધયાદાન આપવામાં આવ્યું હતું. ‘અબતક’ ચેનલનાં દિનેશભાઈ જાવીયા તથા તેમના ધર્મપત્ની શિલ્પાબેન (કોર્પોરેટર વોર્ડ નં.૯) મંગળ પ્રસંગે ઠાકોરજીની જાન લઈને આવ્યા હતા.

રૂક્ષ્મણી વિવાહનો આજનો પ્રસંગ ‘અબતક’ પરિવારે ખુબ જ ધામધુમથી ઉજવ્યો હતો.

આ તકે રારા જવેલર્સનાં માલિક ઘનશ્યામભાઈ હેરભા અને જાણીતા તબીબ ડો.સંજય પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા.

Loading...