Abtak Media Google News

કલેકટર, પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા ઓપરેટરો, સફાઈ કર્મીઓ, પટ્ટાવાળાઓ અને ડ્રાઈવરોને મળશે લાભ

જિલ્લા કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા આઉટ સોર્સીંગ કર્મચારીઓને જિલ્લા કલેકટરે દિવાળી ભેટ આપવાનું જાહેર કર્યું છે. જેમાં કર્મચારીઓને રૂ.૧ હજારનું બોનસ અને મિઠાઈ આપવામાં આવશે. જિલ્લામાં આઉટ સોર્સીંગી ફરજ બજાવતા કર્મચારીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે જિલ્લા કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓના ઓપરેટરો, સફાઈ કર્મચારીઓ, પટ્ટાવાળાઓને દિવાળી ભેટ આપવાનો આદેશ કર્યો છે. જેમાં આઉટ સોર્સીંગી ફરજ બજાવતા તમામ કર્મચારીઓને રૂ.૧ હજારનું બોનસ અપાશે. સો-સો મિઠાઈ પણ અપાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.