Abtak Media Google News

ધ્રાગધ્રામા ચાલતા જુથ અથડામણને આજે વષોઁ વિતી ગયા પરંતુ વષેઁને વષેઁ એક બીજા જુથની દુશ્મનાવટમા વધારો થઇ રહ્યો હોય તેવુ નજરે દેખાયુ હતું તેવામાં છેલ્લાં પચેક વષઁથી ચાલતા ક્ષત્રીય તથા ભરવાડ સમાજના જુથ અથડામણથી સમગ્ર ધ્રાંગધ્રા શહેરનાં રહિશોએ છેલ્લા પાંચ વષઁથી કોઈપણ તહેવાર શાંતિથી નહિ કયોઁ હોય બે વષે પહેલાં પણ ધ્રાગધ્રા લોકમેળામાં બંન્ને સમાજના લોકો સામસામે આવી જતા હાલ નિવૃત પીઆઇ કે.એમ.જાડેજાએ ફાયરીંગ કરી પરીસ્થિતીને કાબૂ કરવી પડી હતી આવા તો કેટલાંક તહેવારો પર માથાકુટોના બનાવો બન્યા છે ત્યારે હાલમાં જ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા બાદના બનાવમાં પરીસ્થિતી ખુબજ ગંભીર જણાઇ રહી છે ત્યારે આ ઘટનાના પગલે માત્ર ધ્રાગધ્રા શહેર જ નહિ પરંતુ સુરેન્દ્રનગર, મુળી, વઢવાણ, હળવદ સહિતના શહેરોમાં પણ પડઘા પડતા જીલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિણઁય લેવાયો છે જેમા સુરેન્દ્રનગર જીલ્લામા થતાં ધ્રાગધ્રા અને વઢવાણમાં લોકમેળાને પરવાનગી નહિ આપતા તથા હળવદમા પણ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા લોકમેળો બંધ રહે તેવો આદેશ કરાયો છ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.