Abtak Media Google News

રખડતુ-ભટકતું જીવન ગાળતા ૧૧ પરિવારો પાસે જરૂરી સ્ટેમ્પ ડયૂટીના પણ નાણા ન હોવાથી જિલ્લા કલેકટરે ફાળો કરાવી આપ્યો

માનવતા મહેકાવતા કલેકટર ગુપ્તા

રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ માનવતાવાદી અભિગમ અપનાવી રખડતુ-ભટકતુ જીવન જીવતા વાદી મદારી પરિવારોને ખીરસરા નજીક આશ્રય સન માટે જમીન ફાળવવાની સાથો સાથ આ ગરીબ પરિવારો પાસે સ્ટેમ્પ ડયૂટીના નાણા પણ ન હોવાથી જિલ્લા કલેકટરે ફાળો કરી રૂ.૪૪૦૦૦ જેવી રકમની મદદ કરતા આ ગરીબ પરિવારોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ મહેસુલ તંત્રને ધબકતુ કરી નાખનાર જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પ્રજાભિમુખ કામગીરીના એક પછી એક ઉત્તમ ઉદાહરણો પૂરા પાડયા છે. જેમાં રખડતુ ભટકતુ જીવન ગાળતા લોધીકા તાલુકાના ૧૧ જેટલા વાદી મદારી પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી રહેણાંક હેતુ માટે જમીન મેળવવા કચેરીના ધકકા ખાઈ રહ્યાં હોય તેઓએ ત્વરીત નિર્ણય કરી ૧૧ પરિવારોને ખીરસરા નજીક પ્રત્યેકને ૪૦ ચો.મી. જમીન ફાળવી આપવા હુકમ કર્યો છે.

જો કે, મજાની અને આશ્ર્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે આ વાદી મદારી પરિવારોને જમીન ફાળવણીનો હુકમ થયા બાદ તેઓને જરૂરી સ્ટેમ્પ ડયૂટીના રૂ.૪૪૦૦૦ ભરવા કહેવામાં આવતા આ ગરીબ પરિવારો હાફળા-ફાફળા બની ગયા હતા અને કોઈની પાસે રૂ.૫૦૦ પણ ન હોવાનું દિલગીરી સો જણાવતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ માનવતા મહેકાવી આ ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે અને બાળકો મુખ્ય પ્રવાહમાં ભળે તેવા ઉમદા હેતુથી ગરીબ પરિવારો માટે રૂ.૪૪૦૦૦નો ફાળો પણ એકત્રીત કરી આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.