Abtak Media Google News

પ્રમુખપદ મેળવવા રજૂઆત કરનાર કાંતાબેનનો જવાબ માંગ્યો

રાજુલા પાલિકાના પ્રમુખપદને લઈ થયેલ રજુઆતને ધ્યાને લઈ અમરેલી કલેકટરે વર્તમાન પ્રમુખ મીનાબેન વાઘેલાને ચાલુ રાખ્યા છે અને પ્રમુખપદની રજુઆત કરનાર કાંતાબેન કિશોરભાઈ ધાખડાનો જવાબ મળ્યો હોવાનું જાણવા મળે છે. રાજુલા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનાં ૨૮ માંથી ૨૭ સભ્યો ચુંટાયેલા બાદમાં ૧૮ સભ્યોએ બળવો કરતા તમામને ગેરલાયક ઠેરવ્યા બાદ કાંતાબેન કિશોરભાઈ ધાખડા અને અન્ય ત્રણ સભ્યો રમેશભાઈ બાબુભાઈ કાતરીયા, સાયરાબેન રમજાનભાઈ કુરેશી, પુષ્પાબેન મગનભાઈ પરમાર દ્વારા હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં સ્ટેનો હુકમ થયો હતો.

2.Tuesday 2

આ અંગે કાંતાબેન કિશોરભાઈ ધાખડા દ્વારા પરત પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવા જણાવ્યું હતું ત્યારે ચીફ ઓફિસર રાજુલાના પત્ર નં.૧૨૦૫/ ૨૦૧૯/૨૦ થી કલેકટરનું માર્ગદર્શન મળ્યું હતું જેના અનુસંધાને અમરેલી કલેકટર દ્વારા ગુજરાત હાઈકોર્ટ એસસીએ નં.૧૮૯૮/૨૦૨૦ તા.૪/૩/૨૦૨૦ના ચુકાદાની વિગતો ધ્યાને લેતા ગેરલાયક ઠરાવવાના હુકમ સામે સ્ટે આપેલ છે. જયારે તા.૧/૨/૨૦૨૦ના રોજ કલેકટરના હુકમ અનુસાર કરવામાં આવેલ. રાજુલા નગરપાલિકાનાં પ્રમુખપદની ચુંટણીની કાર્યવાહી અંગે કોઈ સ્ટે (મનાઈ હુકમ) આપવામાં આવેલ હોવાનું જણાયું ન હોય તા.૧/૨/૨૦૨૦ના રોજ પ્રમુખની ચુંટણીની કરવામાં આવેલ કાર્યવાહીમાં મીનાબેન વાઘેલાને પ્રમુખ તરીકે નિમણુક કરી છે તે યોગ્ય હોય હાલ પ્રમુખ તરીકે કાંતાબેન કિશોરભાઈ ધાખડા ચાર્જ સંભાળી શકે નહીં તે અંગે યોગ્ય કરવા અને આ અંગેનો પ્રત્યુતર પાઠવવા કાંતાબેન કિશોરભાઈ ધાખડાને કલેકટર આયુષ ઓક દ્વારા જણાવાયું છે. પ્રમુખ તરીકે હાલ મીનાબેન વાઘેલા જ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.