Abtak Media Google News

બાલભવન ખાતે બાલ મેળાનો શુભારંભ કરાવતા કલેકટર

બાળકોને શિક્ષણની સાથે ઇતર પ્રવૃતિમાં રસ દાખવી આગળ વધવાની શુભેચ્છા આજે બાળદીન નિમિતે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપી હતી. આજ રોજ બાળ દિવસ નિમિતે જિલ્લા વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા ખાતું, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સંયુક્ત

ઉપક્રમેનું બાલભવન ખાતે બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ મેળાનો શુભારંભ કલેક્ટર રેમ્યા મોહને દીપ પ્રાગટ્ય વડે કર્યો હતો.

આ તકે કલેક્ટર રેમ્યા મોહને બાળ દિવસ નિમિતે બાળકોને શિક્ષણની સાથે ઈત્તર પ્રવુતિમાં રસ દાખવીને જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે યોજાયેલા બાળ મેળામાં અંદાજીત ૩૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

જેમાં રાજકોટની વિવીધ શાળાઓના બાળકો, સ્લમ વિસ્તારના બાળકો તથા માનસિક ક્ષતિ વાળા બાળકો જોડાયા હતા. બાળકોએ ડિ.જે ના તાલે ધુમ મચાવી હતી તેમજ પપેટ શો અને મેજીક શો જોઈને બાળપણનો નિર્દોષ આનંદ માણ્યો હતો. આ તકે  પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલભાઈ રૂપાણી, અનિમેષ રૂપાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ચાઈલ્ડ વેલફેર કમિટી ચેરમેન રક્ષાબેન બોળીયા, લીગલ ઓફિસર અલ્પેશગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.